Monday, December 23, 2024
Homeરાજ્યગુજરાતGPSC વર્ગ1-2 અને 3ની ભરતી પ્રક્રિયા જાહેર, આવતીકાલથી અરજી કરી શકાશે

GPSC વર્ગ1-2 અને 3ની ભરતી પ્રક્રિયા જાહેર, આવતીકાલથી અરજી કરી શકાશે

- Advertisement -

ગુજરાત જાહેર સેવા આયોગ દ્રારા ગુજરાતમાં થનારી સરકારી નોકરીની ભરતીનું કેલેન્ડર બહાર પાડ્યું છે. જીપીએસસી વર્ગ 1,2,3ની 1427 જગ્યાઓ ખાલી છે જેમાં ગુજરાત ખનિજ વિકાસ નિગમ લિ. અને ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ માટે 16 માર્ચથી 31 માર્ચ સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

- Advertisement -

દ્વારા સરકારના વિવિધ વિભાગો હેઠળની વર્ગ 1-2 અને વર્ગ ‌-3ની કુલ 1427 જગ્યાઓ માટે જાહેરાત બહાર પાડવામાં આવી છે. જેમાં ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા તબીબી અધિકારી, વર્ગ-2ની 1000 જગ્યાઓ તેમજ ગુજરાત તબીબી સેવાનો સમાવેશ થાય છે. GPSCની વર્ગ- 2ની ભરતીમાં 75 જગ્યાઓમાં નાયબ સેક્શન અધિકારી તેમજ અને વર્ગ-3ની 19 જગ્યાઓમાં રાજ્ય વેરા નિરીક્ષક, વર્ગ-3ની 243 જગ્યાઓ, ચીફ કેમીસ્ટ, વર્ગ-1ની એક જગ્યા, ખેતી ઇજનેર, વર્ગ- 2ની 04 જગ્યાઓ, સરકારી હોમિયોપેથી કોલેજો ખાતે વિવિધ વિષયના લેક્ચરરની કુલ-03 જગ્યાઓ, સરકારી મેડીકલ કોલેજો ખાતે વિવિધ વિષયોના પ્રાધ્યાપકોની કુલ-10 જગ્યાઓ, સહપ્રાધ્યાપકોની કુલ-07 જગ્યાઓ, મદદનીશ પ્રાધ્યાપકોની કુલ-65 જગ્યાઓ, એમ કુલ-1427 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે.

આવતીકાલથી એટલે કે તા.16 માર્ચથી ઓનલાઇન અરજી કરી શકાશે. અરજદારે 31માર્ચ સુધીમાં અરજી કરી દેવાની રહેશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular