Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયફેક ન્યુઝ ફેલાવતી યુ ટયુબ ચેનલો પર સરકારની ધોંસ

ફેક ન્યુઝ ફેલાવતી યુ ટયુબ ચેનલો પર સરકારની ધોંસ

- Advertisement -

બોગસ સમાચાર ફેલાવનારી આઠ જેટલી યુ ટયુબ ચેનલો પર સરકારે ધોંસ બોલાવી બંધ કરી દીધી છે. આ સેના, સરકાર, લોકસભા ચૂંટણી વગેરે વિશે ભ્રામક સમાચારો ફેલાવતી હતી. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે ગઇકાલે મંગળવારે જણાવ્યું હતું કે ખોટી અને ભ્રામક માહિતી ફેલાવવા બદલ 8 યુ ટયુબ ચેનલોને બંધ કરી દીધી છે.મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ ચેનલો કોઈપણ તથ્યો વિના સમય પહેલા લોકસભા ચૂંટણીની જાહેરાત કરવાનું કામ કરી રહી હતી અને ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીનોથી સંબંધિત ખોટા સમાચાર ફેલાવી રહી હતી. મંત્રાલયના અધિકારીઓએ કહ્યું કે તેણે સચ દેખો, કેપિટલ ટીવી, કેવીએસ ન્યૂઝ, સરકારી બ્લોગ, અર્ન ટેક ઈન્ડિયા, એસપીએન9 ન્યૂઝ, શૈક્ષણિક દોસ્ત અને વર્લ્ડ બેસ્ટ ન્યૂઝ પર ફેક ન્યૂઝ ફેલાવવા માટે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યૂરો (પીઆઇબી)ની હકીકત તપાસી છે. સૂચના અને પ્રસારણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વર્લ્ડ બેસ્ટ ન્યૂઝ યુટ્યુબ ચેનલના 1.7 મિલિયન સબસ્ક્રાઇબર્સ હતા, જ્યારે આ ફેક ન્યૂઝ વીડિયોને 180 મિલિયન વખત જોવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે જ્યારે તેમણે આ વીડિયોના તથ્યોની તપાસ કરી તો તેમને જાણવા મળ્યું કે આ ચેનલ ભારતીય સેના વિશે ખોટી માહિતી ફેલાવી રહી છે. અન્ય ચેનલ વિશે વિગતો આપતા, મંત્રાલયે જણાવ્યું હતું કે 34.3 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને 23 કરોડ વ્યૂઝ સાથે ચેનલ શૈક્ષણિક દોસ્ત સરકારી યોજનાઓ વિશે ખોટી માહિતી ફેલાવી રહી હતી, જ્યારે શૈક્ષણિક દોસ્ત, 48 લાખથી વધુ સબ્સ્ક્રાઇબર્સ અને 189 કરોડ વ્યૂઝ સાથે એસપીએન 9 ન્યૂઝ નકલી ન્યુઝ ફેલાવી રહી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular