Saturday, December 6, 2025
Homeસમાચારરાષ્ટ્રીયકોરોના વેક્સિન અંગે સરકારની નવી ગાઈડલાઇન

કોરોના વેક્સિન અંગે સરકારની નવી ગાઈડલાઇન

સરકારે એસ્ટ્રાઝેનેકાની કોરોના વેક્સિન કોવિશીલ્ડના પ્રથમ અને બીજા ડોઝ વચ્ચેનું અંતર વધારવાનો નિર્ણય લીધો છે. કેન્દ્રના નિર્દેશ અનુસાર, કોવિશીલ્ડના બંને ડોઝની વચ્ચે ઓછામાં ઓછું 6 થી 8 અઠવાડિયાનું અંતર હોવું જોઈએ. હાલમાં બંને ડોઝ વચ્ચેનું 28 દિવસનું અંતર હતું. કેન્દ્રએ સ્પષ્ટતા કરી હતી કે આ નિર્ણય કોવેક્સિન પર લાગુ નહીં પડે.

- Advertisement -

કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર આ નિર્ણય રાષ્ટ્રીય ટેકનિકલ સલાહકાર ગ્રુપ ઓન ઇમ્યુનાઇઝેશન (NTAGI) અને વેક્સિનેશન નિષ્ણાત જૂથ દ્વારા હાલના રિસર્ચ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેનો અમલ રાજ્ય સરકારોએ કરવો પડશે. એવો દાવો કરવામાં આવ્યો છે કે જો વેક્સિનનો બીજો ડોઝ 6 થી 8 સપ્તાહની વચ્ચે આપવામાં આવે તો તે વધુ અસરકારક સાબિત થશે.

નેશનલ ટેક્નિકલ એડવાઇઝરી ગ્રુપ અને નેશનલ એક્સપર્ટ ગ્રુપ ઓન વેક્સિન એડમિનિસ્ટ્રેશનની સલાહ બાદ રાજ્યોને આ ચિઠ્ઠી લખવામાં આવી છે. પહેલાં ૪-૬ વીકમાં કોવિશીલ્ડનો બીજો ડોઝ આપવાની વાત કહેવામાં આવી હતી. હવે આ તેને ૬-૮ અઠવાડિયા વચ્ચે કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું છે કે, બીજો ડોઝ કોઇપણ સ્થિતિમાં ૮માં વીક સુધીમાં આપી દેવાનો છે. આ આદેશ ફક્ત કોવિશીલ્ડ પર લાગુ થશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular