રાજ્ય સરકાર દ્વારા વિવિધ જિલ્લાઓમાં ફરજ બજાવતા 80 જેટલા નાયબ મામલતદારોની જિલ્લા ફેર બદલીના ઓર્ડર કર્યા છે. જેમાં જામનગરના 1 તથા દ્વારકાના 12 નાયબ મામલતદારોની પણ બદલી કરવામાં આવી છે. તેમજ રાજ્યના 800 જેટલા મહેસુલ તલાટીને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે.

રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા વિવિધ જિલ્લામાં ફરજ બજાવતા નાયબ મામલતદારોની જિલ્લા ફેર બદલી કરવામાં આવી છે. રાજ્યના કુલ 80 જેટલા નાયબ મામલતદારોની બદલીના ઓર્ડર થયા છે. જેમાં જામનગરના રશ્મીકાંત કાન્તીલાલ ચૌહાણની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકા જિલ્લાના 12 નાયબ મામલતદારોની બદલી કરાઇ છે. જેમાં દ્વારકાના વી.સી. મોલાડીયાની બોટાદ ખાતે, પુજા એન. બેલાણીની અમદાવાદ, રાકેશ એલ. ચૌધરીની વાવ થરાદ, નરેશ પી. વણકરની નર્મદા, વિક્રમસિંહ કે. ગોહિલની ગાંધીનગર, સુરેશ એ. ચાવડાની અરવલી, ધર્મેશ કે. દેસાઇની અમદાવાદ, એચ.પી. નાલવીયાની પંચમહાલ, જી.સી. બારીયાની છોટાઉદેપુર, નરેન્દ્ર એમ. ચૌધરીની ખેડા, કાજલબેન એ. પાટોલીયાની મહેસાણા, નીતીન ડી. ધોળકીયાની અમદાવાદ બદલી કરવામાં આવી છે.
રાજ્ય સરકારના મહેસુલ વિભાગ દ્વારા વહિવટી નિયંત્રણ હેઠળની જિલ્લા કલેકટર કચેરીઓ ખાતે ફરજ બજાવતા મહેસુલી કારકુન તથા મહેસુલી તલાટીને નાયબ મામલતદાર તરીકે બઢતી આપવામાં આવી છે. જેમાં રાજ્યના 800 મહેસુલી કારકુન અને મહેસુલી તલાટીને નાયબ મામલતદાર તરીકે બઢતી મળતા ખુશીની લહેર છવાઇ છે. જેમાં જામનગરના 29 જેટલા કર્મચારીઓને બઢતી મળી છે. તેમજ દ્વારકા જિલ્લાના 66 કર્મચારીઓને બઢતી અપાઇ છે.


