Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતસરકારનાં પગલાંઓ માત્ર કાગળ પર !

સરકારનાં પગલાંઓ માત્ર કાગળ પર !

રૂપાણી સરકારનાં કોરોના સંબંધી એફિડેવિટ અંગે વડી અદાલતને અસંતોષ

- Advertisement -

ગુજરાત સરકારે મંગળવારે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ સોગંદનામું રજુ કર્યું છે. રાજ્ય સરકારે રજૂ કરેલું સોગંદનામું 56 પેજનું છે. જે અંતર્ગત રાજ્ય સરકારે આરટી-પીસીઆરના નવા મશીનમાં વધારો કરવાનો ઉલ્લેખ કર્યો છે. સાથે જ રાજ્યની 21 યુનિવર્સિટીમાંથી 9 યુનિવર્સિટીમાં આરટી-પીસીઆર ટેસ્ટ ચાલુ કર્યા હોવાનો રાજ્ય સરકારે દાવો કર્યો છે.

રાજ્ય સરકારે હાઇકોર્ટને સોંપેલા સોગંદનામા અનુસાર, એક દિવસના 16 હજાર 115 રેમડેસિવિર ઇંજેક્શન કેન્દ્ર સરકાર ગુજરાતને આપશે. અમદાવાદમાં એપ્રિલ મહિનામાં 2 લાખ 34 હજાર રેમડેસિવિરની માંગ સામે 1 લાખ 83 હજાર 257 ઇંજેક્શન કેન્દ્ર સરકારે આપ્યોનો ઉલ્લેખ સોગંદનામામાં કરાયો છે. અગાઉ રાજ્ય સરકારે ધનવંતરી હોસ્પિટલમાં દાખલ કરવાના હુકમો રદ કર્યાનો ઉલ્લેખ પણ હાઇકોર્ટમાં રજૂ કરેલા સોગંદનામાં કરાયો છે. સાથે જ આખા રાજ્યમાં 103 લેબોરેટરી હોવાનો ઉલ્લેખ કરાયો છે. અને ગ્રામ્ય સ્તરે પણ આરટી-પીસીઆર ટેસ્ટ પર સરકારે ભાર મૂક્યો હોવાનો ઉલ્લેખ કરાયો છે.

રાજ્ય સરકારે હાઇકોર્ટમાં એવો પણ દાવો કર્યો છે કે, ગુજરાતને ઓક્સિજનનો પૂરતો જથ્થો મળી રહેશે. સાથે જ રાજ્ય સરકાર નવા ઓક્સિજન પ્લાન્ટ પણ તૈયાર કરી રહી છે.

રાજ્ય સરકારે હોસ્પિટલના બેડમાં 1 લાખ 7 હજાર 702 બેડનો વધારો કર્યો હોવાનું સોગંદનામામાં દાવો કરાયો છે. ત્યાં જ 2547 હોસ્પિટલમાં બેડ ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે. આજની તારીખે 2547 હોસ્પિટલમાં 1 લાખ 7 હજાર 707 બેડ ઉપલબ્ધ હોવાની જાણકારી પણ આપવામાં આવી છે. જેમા 60 હજાર 176 ઓક્સિજન બેડ, 13 હજાર 875 આઇ.સી.યું, 6 હજાર 562 વેન્ટિલેટર બેડ ઉપલબ્ધ છે. ગામડામાં વકરેલા કોરોના સંક્રમણને અટકવવા રાજ્ય સરકારે વિશેષ મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાન શરૂ કર્યું હોવાનો ઉલ્લેખ પણ આ સોગંદનામામાં કરાયો છે. આ કાર્યક્રમ હેઠળ દરેક ગામડાના પ્રાથમિક સારવાર કેન્દ્રમાં ઓક્સિમીટર, થર્મલ ટેમ્પરેચર ગન, મેડિસિન કીટ, પીપીઈ કીટ અને માસ્ક જેવી આરોગ્યલક્ષી બાબતો પુરી પડવામાં આવે છે. આ કાર્યક્રમમાં હેઠળ 8 હજાર 773 દર્દીને દાખલ કરી સારવાર આપવામાં આવી હોવાનો રાજ્ય સરકાર દ્વારા દાવો કરાયો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular