Thursday, December 26, 2024
Homeરાષ્ટ્રીયસટ્ટો રમાડતી ઓનલાઇન ગેમ્સ પર સરકારનો ગાળિયો

સટ્ટો રમાડતી ઓનલાઇન ગેમ્સ પર સરકારનો ગાળિયો

લાખો-કરોડોના સપના દેખાડતી ગેમ્સ પર મૂકાશે પ્રતિબંધ : સરકારે એડવાઇઝરી જાહેર કરી

- Advertisement -

ટીમ બનાવો, ઇનામ મેળવો, દાવ લગાવો અને નસીબ બદલો. આવી લલચાવનારી જાહેરાતો દ્વારા સટ્ટો લગાવીને રૂપિયા કમાવવાનું સપનું બતાવતી ઓનલાઈન ગેમ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવશે. કેન્દ્ર સરકારે ગુરૂવારે આ અંગે એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે કહ્યું હતું કે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓનલાઈન ગેમની તપાસ કરવામાં આવશે. નિયમોનું પાલન થાય તો જ ઓનલાઈન ગેમ્સને પબ્લિક પ્લેટફોર્મ પર ચલાવવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે, સૂચના અને પ્રસારણ મંત્રાલયે કહ્યું હતું કે મીડિયા પ્લેટફોર્મ્સે પણ સટ્ટાબાજીની જાહેરાતો ચલાવવાનું ટાળવું જોઈએ. જો એડવાઈઝરી નહીં સ્વીકારાય તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. આઈટી રાજ્યમંત્રી ચંદ્રશેખરે કહ્યું હતું કે સેલ્ફ રેગ્યુલેટરી ઓર્ગેનાઈઝેશન દ્વારા ઓનલાઈન ગેમની તપાસ કરવામાં આવશે. માત્ર એવી ઓનલાઈન ગેમ્સને જ મંજૂરી આપવામાં આવશે, જેમાં સટ્ટાબાજીનું કોઈ કામ ન હોય.

- Advertisement -

મીડિયામાં ચાલતી સટ્ટાબાજીની જાહેરાત અંગે સરકારે કહ્યું હતું કે સટ્ટાબાજી અને જુગાર કાયદા મુજબ ગેરકાયદે છે. એનો પ્રચાર કરવાનું ટાળો. સરકારનું કહેવું છે કે જો કોઈ મીડિયા પ્લેટફોર્મ પ્રત્યક્ષ કે આડકતરી રીતે સટ્ટાબાજીની જાહેરાત કરશે તો તેને કાયદાનું ઉલ્લંઘન ગણવામાં આવશે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ડિજિટલ મીડિયા એથિક્સ કોડ) નિયમો 2021 અનુસાર, મંત્રાલયે કહ્યું હતું કે સટ્ટાબાજીના પ્લેટફોર્મની જાહેરાતો એક ગેરકાયદે પ્રવૃત્તિ છે, જે ડિજિટલ મીડિયા પર બતાવી શકાતી નથી. એડવાઇઝરીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે મંત્રાલયના ધ્યાનમાં આવ્યું છે કે પ્રમોશનલ ક્ધટેન્ટ અને બેટિંગ પ્લેટફોર્મની જાહેરાતો હજુ પણ કેટલાંક ન્યૂઝ પ્લેટફોર્મ અને OTT પ્લેટફોર્મ પર દેખાઈ રહી છે. ઑનલાઇન ઑફશોર સટ્ટાબાજીના પ્લેટફોર્મ્સે જાહેરાત કરવા માટે સરોગેટ પ્રોડક્ટ તરીકે સમાચાર વેબસાઇટ્સનો ઉપયોગ કરવાનું શરૂ કર્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular