હિન્દુ થઇ ને હિંદુ ધર્મ,સમાજ,કથાકારો વિરુદ્ધમાં બોલી ને પોતાને રાજકીય લાભ મેળવવા માટે કરે છે. જે લોકોને હિન્દુ ધર્મ ની કોઈ જાણકારી નથી તેવા લોકો આવી રીતે હિન્દુ ધર્મ વિશે અજ્ઞાની વાતો કરી પોતાનો ફાયદો ઉપાડે છે અને લોકોને હિન્દુ ધર્મ વિશે દુષ પ્રચાર કરે છે.આવા લોકો ને યોગ્ય જવાબ આપવો જોઇએ.
હિન્દુ ધર્મમાં ભગવાન /ઈશ્વર પરમપિતા પરમાત્મા છે અને તે સનાતન સત્ય છે જે લોકો ને આવું માનવું હોઈ તે માને અને નાં માનવું હોઈ તે નાં માને.
ગોપાલ ઇટાલિયા ની બુદ્ધિ ભ્રષ્ટ થઇ ગઈ છે.માટે હિન્દુ સમાજના આગેવાનો એ એકત્ર થઇ ને કડક શિક્ષા આપવી જોઈએ, નહિતર પછી આવા લોકો હિન્દુ ધર્મ ને વારંવાર આવી રીતે ખરાબ ચીતરવાનો પ્રયાસ કરશે.જેના કારણે આપણી આવનાર પેઢી પણ ધર્મ અને સંસ્કૃતિ વિશે ખોટી વાતો પોતાના મગજ ઉપર લઇ લેશે. અંતમાં સ્વામીજી કહ્યું કે જો ગોપાલ ઇટાલિયા દ્વારકા આવીને માફી માંગશે તો દ્વારકાધીશ જરૂર માફ કરી દેશે.