Saturday, December 28, 2024
Homeરાષ્ટ્રીયગુડ ન્યુઝ : દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 2.51 લાખ દર્દીઓએ...

ગુડ ન્યુઝ : દેશમાં છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ બ્રેક 2.51 લાખ દર્દીઓએ કોરોનાને હરાવ્યો

છેલ્લા 7 દિવસમાં પ્રથમ વખત નવા કેસોમાં ઘટાડો

- Advertisement -

દુનિયામાં કોરોનાના સૌથી વધુ કેસ ભારતમાં નોંધાઈ રહ્યા છે. દેશમાં છેલ્લા 24કલાકમાં કોરોનાના 3.23 લાખ કેસ નોંધાયા છે. અને 2771 લોકોના કોરોનાથી મૃત્યુ થયા છે. આ બધા વચ્ચે એક સારા સમાચાર એ છે કે દેશમાં છેલ્લા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ 2.51 લાખ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.આ એક દિવસમાં કોરોનાથી સાજા થનાર દર્દીઓનો આ સૌથી મોટો આંક છે.

- Advertisement -

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડાઓ અનુસાર દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 3,23,144 કેસ નોંધાયા છે. જયારે 2771 દર્દીઓના કોરોનાના લીધે મૃત્યુ થયા છે. તેમજ 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ 2,51,827 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. છેલ્લા 7 દિવસમાં આજે કોરોનાના સૌથી ઓછા કેસ પણ નોંધાયા છે. દેશમાં હાલમાં 28 લાખ 82 હજાર 204 દર્દી સારવાર લઈ રહ્યા છે.

આરોગ્ય મંત્રાલયના ડેટા મુજબ કોરોનાને કારણે પોતાનો જીવ ગુમાવનારા લોકોની સંખ્યા પણ ઝડપથી વધી રહી છે. છેલ્લા 24 કલાક દરમિયાન, દેશભરમાં કોરોનાને કારણે 2771 લોકોનાં મોત નીપજ્યાં છે. દેશમાં અત્યાર સુધીમાં વાયરસના કારણે 1.97 લાખથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે અને ટૂંક સમયમાં 2 લાખનો આંકડો પાર કરી શકે છે.

- Advertisement -

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, મંગળવારે સવારે 7 વાગ્યા સુધી 24 કલાક દરમિયાન દેશભરમાં 33.59 લાખ લોકોને રસી આપવામાં આવી છે. સોમવારે 20.95 લાખ લોકોને રસીનો પ્રથમ ડોઝ મળ્યો હતો અને 12.64 લાખ લોકોને બીજો ડોઝ મળ્યો હતો. અત્યાર સુધીમાં દેશભરના 14.52 કરોડથી વધુ લોકોને રસીનો પ્રથમ કે બીજો ડોઝ મળ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular