Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતમા કાર્ડ ધરાવતાં લોકો માટે આવ્યા સારા સમાચાર

મા કાર્ડ ધરાવતાં લોકો માટે આવ્યા સારા સમાચાર

- Advertisement -

ગુજરાત રાજ્યમાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે. હોસ્પિટલોમાં જગ્યા નથી, કોરોના ટેસ્ટીંગ માટે પણ લાબું વેઈટીંગ છે. અને દરરોજ કોરોનાના રેકોર્ડબ્રેક કેસ નોંધાઈ રહ્યા છે.  રાજ્યના લોકો અત્યારે કપરા સમયમંથી પસાર થઇ રહ્યા છે. આ સ્થિતિ વચ્ચે મા કાર્ડ ધરાવતા લોકો માટે  નાયબમુખ્યમંત્રી નીતિન પટેલ દ્રારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે.

- Advertisement -

આજે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે મા કાર્ડને લઇને અન્ય એક મહત્વની જાહેરાત કરી છે. આ જાહેરાતથી આવા કપરા સમયમાં સામાન્ય લોકોને ઘણી રાહત થશે. નીતિન પટેલ દ્રારા ટ્વીટર મારફતે જાહેરાત કરતા જણાવવામાં આવ્યું છે કે જે નાગરિકોના મા-કાર્ડની મુદ્દત તા.૩૧.૦૩.૨૦૨૧ ના રોજ પુરી થઇ છે. તેવા નાગરિકો માટે હાલની કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને મા-કાર્ડની મુદ્દત વધુ ત્રણ મહિના એટલે કે, તા.૩૦.૦૬.૨૦૨૧ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવેલ છે. સરકારના આ નિર્ણયથી કોરોનાગ્રસ્ત લોકો અને તેમના પરિવારજનોને રાહત મળશે. જેમના મા કાર્ડની મુદત પુરી થઇ છે, તેઓ પણ હવે કોરોનાની હવે પ્રાઈવેટ હોસ્પિટલમાં પણ વધુ ખર્ચની ચિંતા કર્યા વિના મફતમાં સારી સારવાર કરાવી શકશે. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular