નેટફ્લિક્સે તેના સબ્સ્ક્રિપ્શન પ્લાનની કિંમતમાં ઘટાડો કર્યો છે. ભારતમાં એમેઝોન પ્રાઈમ અને Disney+ Hot star સાથે સ્પર્ધા કરવા માટે કંપનીએ આ પગલું ભર્યું છે. કંપનીએ તેના તમામ પ્લાનની કિંમતમાં ઘટાડો કર્યો છે. જેમાં માત્ર મોબાઈલ પ્લાનનો સમાવેશ થાય છે. નેટફ્લિક્સ દ્વારા મોબાઈલ પ્લાનની કિંમત હવે ઘટાડીને 149 રૂપિયા પ્રતિ માસ કરી દેવામાં આવી છે, જે પહેલા 199 રૂપિયા હતી.
નેટફ્લિક્સ મોબાઈલ પ્લાન 199 રૂપિયાથી ઘટીને 149 રૂપિયા થઈ ગયો છે. તે જ સમયે, પ્રીમિયમ પ્લાન હવે 799 રૂપિયાથી ઘટાડીને 649 રૂપિયા કરવામાં આવ્યો છે. સૌથી પહેલા મોબાઈલ પ્લાનની વાત કરીએ તો તેને 199 રૂપિયાથી ઘટાડીને 149 રૂપિયા કરવામાં આવ્યો છે, જ્યારે બેઝિક પ્લાન 499 રૂપિયાના બદલે 199 રૂપિયા કરવામાં આવ્યો છે. ગ્રાહકો માટે સ્ટાન્ડર્ડ પ્લાન 649 રૂપિયાથી ઘટાડીને 499 રૂપિયા કરવામાં આવ્યો છે. પ્રીમિયમ પ્લાનને 799 રૂપિયાની જગ્યાએ ઘટાડીને 649 રૂપિયા કરવામાં આવ્યો છે. Netflixના નવા પ્લાનને ‘Happy New Prices’ નામ આપવામાં આવ્યું છે અને નવો પ્લાન આજથી 14 ડિસેમ્બરથી અમલમાં આવ્યો છે.
નવી કિંમત બાદ Netflixનો મોબાઈલ પ્લાન 149 રૂપિયા પ્રતિ મહિનાથી શરૂ થાય છે. મોબાઇલ પ્લાન મોબાઇલ અથવા ટેબ્લેટને સપોર્ટ કરે છે. તેનું રિઝોલ્યુશન 480p છે. આનાથી તમે ટીવી કે કોમ્પ્યુટર પર નેટફ્લિક્સ એક્સેસ નહીં કરી શકો. આ પ્લાન સાથે, એકાઉન્ટને એક સમયે એક જ ડીવાઈસ પર એક્સેસ કરી શકાય છે. બેઝિક પ્લાન, જેની કિંમત હવે રૂ. 199 છે. તેમાં 480p સુધી રિઝોલ્યુશન સપોર્ટ પણ છે પરંતુ તેની સાથે તમે કમ્પ્યુટર અથવા ટીવી પર એકાઉન્ટ એક્સેસ કરી શકો છો.