Apple TV+ વર્ષોથી iOS અને macOS વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ હતું, અને હવે Android યુઝર્સ પણ આ સેવા નો આનંદ લઈ શકે છે.

Apple એ આખરે Android યુઝર્સ માટે Apple TV+ એપ લોન્ચ કરી છે. કંપની છેલ્લા કેટલાક વર્ષોથી આ પ્લેટફોર્મ પર કામ કરી રહી હતી, અને ગયા વર્ષે એન્ડ્રોઇડ માટે એપ વિકસાવવા એન્જિનિયરો રાખ્યા હતા. હવે, આખરે જાહેર રિલીઝની પુષ્ટિ થઈ છે.
આ એપ Google Play Store પર ઉપલબ્ધ છે, જે Apple ને વધુ વપરાશકર્તાઓ સુધી પહોંચવામાં મદદ કરશે. Apple માટે આગામી કેટલાક અઠવાડિયા ખૂબ વ્યસ્ત રહેશે, કારણ કે iPhone SE 4, iOS 18.4 Beta અને નવા M4 MacBook Air પણ લોન્ચ થવાની સંભાવના છે. Android માટે Apple TV+ લાવવું, કંપની માટે એક મહત્વપૂર્ણ નિર્ણય છે.
Android માટે Apple TV+: શુ સુવિધાઓ મળશે?
Android વપરાશકર્તાઓ હવે Google Play Store મારફતે એપલ TV+ ની સભ્યતા મેળવી શકે છે, જે અગાઉ શક્ય નહોતું.
Apple TV+ એપ કેવી રીતે ડાઉનલોડ કરશો?
- તમારા Android ફોન અથવા ટેબલેટમાં Play Store ખોલો
- Apple TV શોધી ને એપ ઇન્સ્ટોલ કરો
- એપ ઓપન કરી Apple ID વડે સાઇન-ઇન કરો
- 7 દિવસ માટે મફત ટ્રાયલ પેસ કરો અને સર્વિસ અજમાવો
Apple TV+ માં શું મળશે?
Apple TV+ એપ એક સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ છે જ્યાં તમે મૂવી, વેબ સીરિઝ અને ડોક્યુમેન્ટરીઝ જોવા માટે મળી રહેશે.
Apple TV+ નું મુખ્ય હાઇલાઇટ એ છે કે તે Apple Originals પ્રદાન કરે છે, જે Netflix, Disney+ અને Amazon Prime ને તગડી સ્પર્ધા આપે છે.
Apple TV+ ના સબ્સ્ક્રિપ્શન અને ભાવ
ભારતમાં Apple TV+ ની કીમત : ₹99/મહિનો
7-દિવસની મફત ટ્રાયલ: નવા યુઝર્સ માટે ઉપલબ્ધ
Apple પ્રોડક્ટ ખરીદનાર માટે ખાસ: iPhone, iPad અથવા Mac ખરીદનાર ને 3 મહિના માટે મફત સબ્સ્ક્રિપ્શન મળે છે
Apple TV+ સાથે તમે તમારું સબ્સ્ક્રિપ્શન પાંચ પરિવારજનો સાથે શેર કરી શકો છો.
Apple TV+ ક્યાં–ક્યાં જોઈ શકાય?
- Amazon Fire Stick
- PlayStation, Xbox
- Google TV, Samsung Smart TV, LG Smart TV, Roku
- કમ્પ્યુટર/લૅપટોપ માટે: tv.apple.com/in પર વેબસાઇટ દ્વારા જોઈ શકાય
Apple અગાઉ Music એપ પણ માત્ર iOS માટે ઉપલબ્ધ કરી હતી, પરંતુ થોડા સમય બાદ એ Android માટે પણ આવી હતી. હવે Apple TV+ પણ એન્ડ્રોઇડ યુઝર્સ માટે લાવી દેવામાં આવ્યું છે, જે Apple ના ઉછાળા માટે એક મોટું પગલું માનવામાં આવે છે.
તમારા માટે શું ખાસ?
જો તમે નવી મૂવી, વેબ સીરિઝ અને ડોક્યુમેન્ટરી જોવા માં રસ ધરાવતા હો, તો Apple TV+ એક સારો વિકલ્પ બની શકે. ખાસ કરીને, Apple Originals કન્ટેન્ટ માટે આ એપ જુદી પડે છે. હવે, Android યુઝર્સ પણ આનો લાભ લઈ શકે છે!