Monday, January 12, 2026
Homeબિઝનેસ16 જૂનથી હોલમાર્ક વગરનું સોનુ વેંચી શકાશે નહીં

16 જૂનથી હોલમાર્ક વગરનું સોનુ વેંચી શકાશે નહીં

આગામી 16 જૂનથી સોનાના આભૂષણોનું હોલમાર્કિંગ શરૂ થઈ જશે. કેન્દ્ર સરકારે સોનાના આભૂષણો અને કલાકૃતિઓ માટે અનિવાર્યરૂપથી હોલમાર્કિંગની વ્યવસ્થા લાગુ કરવાની સમય મર્યાદા 1 જૂનથી લંબાવીને 15 જૂન સુધીની કરી દીધી હતી. મતલબ કે, 15 જૂન બાદ ઝવેરીઓને ફક્ત 14, 18 અને 22 કેરેટ સોનાના આભૂષણો વેચવાની જ મંજૂરી મળશે. BIS એપ્રિલ 2000થી સોનાના આભૂષણો માટે હોલમાર્કિંગ યોજના ચલાવી રહ્યું છે. હાલ આશરે 40 ટકા સોનાના ઘરેણાઓનું હોલમાર્કિંગ થઈ રહ્યું છે. એક વ્યક્તિના કહેવા પ્રમાણે આ નવા કાયદાથી ગ્રાહકોનું હિત સુરક્ષિત રહેશે. ગ્રાહકને ઠગી નહીં શકાય. સોનાની શુદ્ધતા પર થર્ડ પાર્ટીની ગેરન્ટી હશે.

ગોલ્ડ હોલમાર્કિંગની ઘરમાં રહેલા સોના પર કોઈ અસર નહીં પડે. ગ્રાહક ઈચ્છે ત્યારે જૂના ઘરેણા વેચી શકશે. હોલમાર્કિંગ એ સોનીકામ કરનારાઓ માટેનો જરૂરી નિયમ છે. તેઓ હોલમાર્ક વગરનું સોનું નહીં વેચી શકે. હોલમાર્ક જ્વેલરી પર અલગ-અલગ માર્ક હશે. મેગ્નીફાઈંગ ગ્લાસ વડે જોઈશું તો ઘરેણા પર 5 માર્ક જોવા મળશે. તેમાં BIS લોગો, સોનાની શુદ્ધતા દર્શાવતો નંબર જેમ કે 22સ અથવા 916, હોલમાર્કિંગ સેન્ટરનો લોગો, માર્કિંગનું વર્ષ અને જ્વેલર આઈડેન્ટિફિકેશન નંબર નોંધાયેલો હશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular