Sunday, December 22, 2024
Homeબિઝનેસસોનાના ભાવમાં ભડકો, રૂપિયા 59000ની નજીક

સોનાના ભાવમાં ભડકો, રૂપિયા 59000ની નજીક

- Advertisement -

સોના-ચાંદીમાં તેજીનો દોર વન-વે રહયો હોય તેમ આજે ભાવ 59000 ની સપાટીને આરે પહોંચી ગયો હતો. રાજકોટમાં હાજર સોનુ દસ ગ્રામના 58900 સાંપડયુ હતું. કોમોડીટી એક્સચેંજ 200 ના ઉછાળાથી 56720 હતુ વિશ્વ બજારમાં ભાવ 1927 ડોલરે પહોંચ્યો હતો. છેલ્લા એકાદ સપ્તાહમાં ડોલર સામે રૂપિયો મજબુત થયો હોવાને કારણે આંશિક અસર છે. અન્યના ભાવ હજુ ઉંચો રહેવાની શક્યતા હતી.

- Advertisement -

ચાંદીમાં 800 રૂપિયાનો ભાવવધારો હતો. હાજરમાં કિલોના 70450 હતો. વિશ્વ બજા2માં ભાવ 23.91 ડોલર હતો. ઝવેરીઓના કહેવા પ્રમાણે તેજી પાછળ અનેકવિધ કારણો જવાબદાર છે. ચાલુ વર્ષની શરૂઆતમાં જ નિષ્ણાંતોએ સોનાનો ભાવ 62000 ને આંબવાનો મત દર્શાવ્યો હતો એટલે સેન્ટીમેન્ટ તેજીની બની જ રહયું હતું.

વિશ્વસ્તરે આર્થિક મંદીના ભણકારા મોટો ભાગ ભજવી રહયા છે. રશિયા-યુક્રેન યુધ્ધ સહિતના ભૌગોલિક ટેન્શન અસરર્ક્તા છે. વિશ્વસ્તરે સોનુ તેજીના ઝોનમાં રહયુ હતું. નિષ્ણાંતો ભાવ 2000 ડોલરથી પણ આગળ જવાનો મત દર્શાવી રહયા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular