જામનગર સાયકલીંગ કલબના 18 સભ્યો મનાલીથી ખારડુંગલાના કુલ 540 કિ.મી. સાયકલ સવારી કરી રહ્યા છે. સાયકલ સવારો જામનગરથી 8જુલાઈના રોજ મનાલી જવા માટે નીકળ્યા હતા. ગઈકાલે તેઓ જીસ્પા હતા અને આજે રોજ ખબર ગુજરાત સાથેની વાતચિતમાં તેઓએ જણાવ્યું છે કે આજે જીસ્પાથી ઝિંગઝિંગબાર જઈ રહ્યા છે. અત્યારે તમામ સુરક્ષિત છે. અને નેટવર્ક ઇસ્યુના લીધે 4-5 દિવસ સુધી સંપર્ક ન થાય તો ચિંતા ન કરવા જણાવ્યું છે.
જામનગર સાયક્લિગં કલબના 18 સભ્યો મનાલીથી ખારડુંગલાના 540 કિ.મી.ના સાયકલસવારી ઉપર જઇ રહ્યાં છે. મનાલી 6725 ફૂટની ઉંચાઇ ઉપર આવેલુ છે. ત્યાંથી લેહખારહ ડુંગરા 17982 ફૂટની ઉંચાઇ સુધી સાયકલસવારી કરવામાં આવશે. આ યાત્રા દરમિયાન સાયકલસવારો ચંદ્રભાગ તથા ઇન્ડુસ નદી કિનારે સાયકલસવારી કરશે.