જામનગરમાં અંબર ચોકડી વિસ્તારમાં એક યુવતી ગરીબ બાળકોને બિસ્કીટ આપવા માટે આવી હતી જે દરમિયાન તેણીના સ્કૂટરની ખુલ્લી ડેકી માંથી મોબાઈલ ફોનની ઉઠાંતરી થઈ ગઈ હતી, જે મામલો જામનગરના પોલીસ વિભાગના કંટ્રોલ એન્ડ કમાન્ડ ની ટીમ સુધી પહોંચ્યો હતો, અને તેઓએ માત્ર અડધો કલાકના સમયગાળા દરમિયાન મોબાઈલ સેરવી લેનાર ટાબરિયા અને તેની માતાને શોધી લીધા હતા અને મોબાઈલ ફોન કબજે કરી લીધા બાદ મૂળ માલિકને પરત સોંપી દીધો હતો. જેથી મોબાઈલ ધારક મહિલાએ પોલીસ તંત્રનો આભાર માન્યો હતો, અને પોતાને ધરમ કરવા જતાં ધાડ પડ્યા જેવા કિસ્સાનો સામનો કરવો પડ્યો છે.
View this post on Instagram


