Monday, December 23, 2024
Homeરાજ્યહાલારદ્વારકા નજીક ટ્રકની હડફેટે યુવતીનું મૃત્યુ

દ્વારકા નજીક ટ્રકની હડફેટે યુવતીનું મૃત્યુ

- Advertisement -

ઓખા મંડળના મીઠાપુર તાબેના ઉદ્યોગનગર વિસ્તારમાં રહેતો દેવુબેન મોહનભાઈ હાથીયા નામની 25 વર્ષની યુવતી ગઈકાલે રવિવારે સવારના સમયે દ્વારકામાં ભથાણ ચોક વિસ્તારમાં તેમના પરિવારજનો સાથે કુળદેવી માતાજીના મંદિરે જઈ રહ્યા હતા. ત્યારે રસ્તામાં ખરીદી કરવા પોતાની રીક્ષા સાઈડમાં રાખીને ઉભેલા પરિવારો પાસે પૂરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 10 ઝેડ 8814 નંબરના એક ટ્રકના ચાલકે તેમને હડફેટે લેતા તેઓને શરીરના જુદા જુદા ભાગોમાં ગંભીર ઇજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું.

- Advertisement -

આ બનાવ અંગે મૃતકના ભાઈ નવઘણભાઈ મોહનભાઈ હાથીયા (ઉ.વ. 32, રહે. ઉદ્યોગનગર)ની ફરિયાદ પરથી દ્વારકા પોલીસે ટ્રકના ચાલક સામે આઈપીસી કલમ 304 (અ), 179 તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular