જામનગર શહેરમાં આવેલા લાખોટા તળાવમાં મંગળવારે સાંજના સમયે યુવતીએ ઝંપલાવી આપઘાત કર્યાના બનાવમાં ફાયર ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપી આપ્યો હતો.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા ખોજાનાકા વિસ્તારમાં રહેતી નમીરાબેન મુસાભાઈ મકરાણી (ઉ.વ.21) નામની યુવતીએ મંગળવારે સાંજના સમયે શહેરના લાખોટા તળાવમાં કોઇ કારણસર ઝંપલાવ્યું હતું. આ અંગેની સિકયોરિટી ગાર્ડ દ્વારા જાણ કરાતા મહાનગરપાલિકાની ફાયર શાખાની ટીમે બનાવસ્થળે પહોંચી જઇ તળાવમાંથી યુવતીને બહાર કાઢવાનો પ્રયાસ કર્યો હતો. તે પહેલાં યુવતીનું મોત નિપજ્યું હતું. બનાવ અંગેની જાણના આધારે સ્થળ પર પહોંચી જઇ યુવતીના મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.