જામનગરના સાધના કોલોની વિસ્તારમાં રહેતી યુવતીએ અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું. આ અંગે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના સાધના કોલોની વિસ્તારમાં એલ.61 રૂમ નં.3148 માં રહેતાં કવિતાસીંગ ચુમનકુમારસીંગ (ઉ.વ.22) નામની યુવતીએ તા.10 ના રોજ રાત્રિના સમયે અગમ્યકારણોસર પોતાના ઘરે પંખામાં દુપટ્ટો બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. આ અંગે ચુમનકુમારસીંગ દ્વારા જાણ કરાતા પીએસઆઈ વી.કે. ગઢવી સહિતના સ્ટાફ દ્વારા મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.