કાલાવડ તાલુકાના પીપળિયા ગામની સીમમાં આવેલી રાજકોટના શખ્સના ખેતરમાં ઘોડીપાસાનો જૂગાર રમાતા સ્થળે પોલીસે રેઈડ દરમિયાન પાંચ શખ્સોને ઝડપી લઇ રૂા.2.54 લાખની રોકડ રકમ અને એક કાર મળી કુલ રૂા.7,62,800 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા વાડી માલિક સહિત બે શખ્સોની શોધખોળ આરંભી હતી.
આ દરોડાની વિગત મુજબ, કાલાવડ તાલુકાના પીપળિયા ગામની સીમમાં રાજકોટના રામનાથ પરામાં રહેતા મેહુલ સુરેશ સોલંકી નામનો શખ્સ તેના મકાનમાં બહારથી માણસો બોલાવી ઘોડીપાસાનો જૂગાર રમાડતો હોવાની બાતમીના આધારે જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એલસીબીની ટીમે રેઇડ દરમિયાન સુરેશ વિઠ્ઠલ મદાણી (રાજકોટ), તનવીર રફિક શિશાંગીયા (રાજકોટ), ઈસુબ વાહિદ સમા (જામનગર), યોગેશ સુરેશ લાઠીગ્રા (રાજકોટ) અને વાસીમ સલીમ સમા (જામનગર) નામના પાંચ શખ્સોને રૂા.254300 ની રોકડ રકમ અને રૂા.8500 ની કિંમતના પાંચ નંગ મોબાઇલ તેમજ પાંચ લાખની કિંમતની એક કાર મળી કુલ રૂા.7,62,800 નો મુદ્દામાલ કબ્જે કરી અટકાયત કરી હતી તેમજ રેઇડ પૂર્વે નાશી ગયેલા વાડી માલિક મેહુલ સુરેશ સોલંકી અને ધાર્મિક ઉર્ફે પિન્ટુ સુરેશ મદાણી નામના રાજકોટના બે શખ્સોની શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી સાત શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
કાલાવડ તાલુકાના પીપળિયા ગામના ખેતરમાં ઘોડીપાસાની મીની કલબ ઝડપાઈ
જામનગર એલસીબી દ્વારા દરોડો : 2.54 લાખની રોકડ રકમ અને એક કાર મળી 7.62 લાખનો મુદ્દામાલ કબ્જે : વાડી માલિક સહિતના બે શખ્સો નાશી ગયા