31 મે થી મા કાર્ડની એજન્સીઓ રદ કરવાનો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. અને જુન મહિનાથી રાજ્યની તમામ સરકારી હોસ્પિટલોમાં મા કાર્ડની કામગીરી કરવામાં આવશે તથા તમામ જીલ્લાઓમાં આ કામગીરી શરુ કરવામાં આવી છે. પણ આ જાહેરાતો માત્ર નામની જ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે જામનગરની જીજી હોસ્પિટલમાં 4જુનથી અમૃતમ કાર્ડ અને વાત્સલ્ય કાર્ડ અંગેની તમામ કામગીરી શરુ થઇ હતી. પરંતુ બીજા દિવસથી જ કામકાજ ઠપ્પ થતાં લાભાર્થીઓ મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે.
જામનગરની જીજી હોસ્પિટલમાં મા કાર્ડ અંગેની કામગીરી શરુ થયાના બીજા દિવસથી જ સોફ્ટવેર પ્રોબ્લેમ હોવાથી મુશ્કેલીઓ પડી રહી છે. જીજી હોસ્પિટલના ટ્રોમા સેન્ટર ઉપર પ્રથમ માળે આવેલ અમૃતમ તથા વાત્સલ્ય યોજનાની ઓફીસની મુલકાત લેવામાં આવી અને ત્યાના હાજર કર્મચારીઓને મા અમૃતમ કાર્ડ અંગેની કામગીરી અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 18 દિવસથી સોફ્ટવેર પ્રોબ્લેમ છે. જુન મહિનામાં કામકાજ શરુ થયા બાદ માત્ર એક કે બે દિવસ જ કોઈ સમસ્યા થઇ ન હતી. બાકીના દિવસોમાં સોફ્ટવેરની સમસ્યાઓ હોવાથી હાલમાં મુખ્યમંત્રી અમૃતમ તથા મુખ્યમંત્રી વાત્સલ્યકાર્ડ કઢાવા આવતા લોકો સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.
સરકાર દ્રારા આપવામાં આવેલ સુચના અનુસાર અહીં મા કાર્ડ ને લાગત તમામ કામગીરીઓ કરવામાં આવે છે. પરંતુ સોફ્ટવેરમાં એરર હોવાથી આગળ કામગીરી થઇ શકતી નથી. આ અંગે ફરીયાદો પણ કરવામાં આવી છે. છતાં સમસ્યાઓ રહે છે. તેમ પણ ઓફીસમાં ઉપસ્થિત કર્મચારી દ્રારા જણાવવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજના સાથે જોડાયેલ મા કાર્ડની નોંધણીને લગતી કામગરી કરતી એજન્સીને રદ કરવામાં આવી છે.તેને લગત કામગીરી હાલમાં જે તે જીલ્લા-તાલુકાની મુખ્યમંત્રી અમૃતમ મા વાત્સલ્ય યોજના સાથે જોડાયેલ સરકારી હોસ્પિટલ, ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ, સામુહિક આરોગ્ય કેન્દ્ર તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ કામગીરી માટે રાજ્ય સરકાર દ્રારા વ્યવસ્થા કરવામાં આવી છે. કોઇપણ લાભાર્થી ઉપરોક્ત સ્થળે જઈ પોતાના જરૂરી ડોક્યુમેન્ટ બતાવીને પોતાનું નવું કાર્ડ કઢાવી શકે છે. તેમજ કાર્ડમાં ફેરફાર પણ કરાવી શકે છે. હાલમમાં આ કામગીરી બધા જ જીલ્લામાં શરુ થઇ છે. છતાં પણ જામનગરના લાભાર્થીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.