Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતધો.10ની ફી-ફોર્મ ઓનલાઇન ભરવા તૈયાર થઇ જાવ

ધો.10ની ફી-ફોર્મ ઓનલાઇન ભરવા તૈયાર થઇ જાવ

- Advertisement -

11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ની સ્કૂલો શરૂ થઈ ગઈ છે. ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર થઈ ચૂક્યો છે. ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 10મી મેથી શરૂ થઈ રહી છે. આ પરીક્ષાઓ 25મી મે સુધી ચાલશે. ત્યારે હવે શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10ની બોર્ડની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઓનલાઈન ફોર્મ ભરવા માટે જાહેરાત કરી છે. ધોરણ 10ના તથા સંસ્કૃત પ્રથમાના વિદ્યાર્થીઓ આગામી પાંચમી માર્ચ સુધી બોર્ડની વેબસાઈટ પર નિયત કરેલી ફી સાથે પરીક્ષાના ફોર્મ ભરી શકશે. આ ફોર્મ ભરવાનો સમય સવારે 11 વાગ્યાથી રાત્રીના 12 વાગ્યા સુધીનો રહેશે. તે ઉપરાંત રીપીટર વિદ્યાર્થીઓએ પણ પોતાના ફોર્મ ઓનલાઈન ભરવાનાં રહેશે.

- Advertisement -

મે માસમાં યોજાનારી બોર્ડ પરીક્ષાને લગતી કામગીરીનો આજથી આરંભ થયો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ આગામી એક મહિના સુધી બોર્ડની પરીક્ષા માટેના ફોર્મ અને ફી બોર્ડની વેબસાઈટ પર ભરી શકશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ જ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓ માટેની હોલ ટિકીટ તૈયાર કરવામાં આવશે. તમામ ઓનલાઈન ફોર્મ અને ફી ભરવાની તમામ કામગીરી પૂર્ણ થયા બાદ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને પરીક્ષા ખંડમાં પ્રવેશ માટેની હોલ ટીકિટ આપવામાં આવશે.

માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ના મુખ્ય 40 વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ, ગુણભાર તથા નમૂનાના પ્રશ્ર્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે.જે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ મારફતે તમામ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોને મોકલી આપવામાં આવ્યા છે. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર પણ આ વિગતો મુકવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular