કોરોના સંક્રમણ મુદ્દે થયેલી જાહેર હિતની અરજીમાં ગુજરાત હાઈકોર્ટે સરકારને મહત્વનો હુકમ કર્યો છે.હાઈકોર્ટે સરકારને જણાવ્યું છે કે મેડિકલ એક્સપોર્ટના અનુમાન મુજબની કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર માટે રાજ્ય સરકાર તૈયાર રહે. રાજ્ય સરકારની તૈયારીઓમાં ઉણપ ના હોવી જોઈએ.
ત્યારે ત્રીજી લહેરને જોતા અમદાવાદ સિવિલમાં બાળકો માટે આઈસીયુ સહીતના 300બેડની તૈયારી રાખવામાં આવી છે. ગ્રામીણ વિસ્તારોમાં આરોગ્ય સેવાઓનું માળખું મજબૂત કરવા હાઇકોર્ટે સરકારને હુકમ કર્યો છે. રાજ્ય સરકાર ગ્રામીણ વિસ્તારોમાં સબ સેન્ટર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને કોમ્યુનિટી હેલ્થ સેન્ટરમાં જરૂરી સાધન સામગ્રી તેમજ ડોક્ટર અને નર્સિંગ સ્ટાફ નિયમિત ભરતી કરવા માટે પણ આદેશ આપ્યા છે.
દરેક જિલ્લામાં ખાનગી, કોર્પોરેશનની તેમજ સરકારી હોસ્પિટલ્સમાં ઇન્જેક્શનનો જથ્થો મેળવવા માટેનું માળખું અને નીતિ સરકાર બનાવે, તેમ પણ હાઇકોર્ટ હુકમમાં જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં કોરોના વાયરસના કેસો ધીમે ધીમે ઘટી રહ્યા છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 3,085 નવા કેસ નોંધાયા છે અને 36 દર્દીના કોરોનાથી મૃત્યુ થયા છે.