Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયરાજયમાં સતત ત્રીજા વર્ષે સામાન્ય ચોમાસાની આગાહી

રાજયમાં સતત ત્રીજા વર્ષે સામાન્ય ચોમાસાની આગાહી

આજથી એક સપ્તાહ રાજયમાં રહેશે પ્રિ-મોન્સુન એક્ટિવીટી : આ ચોમાસે પણ 800 થી 1000 મી.મી. વરસાદની સંભાવના : મે અંતમાં કેરળમાં સક્રિય થશે ચોમાસું

- Advertisement -

સતત બે વર્ષથી રાજયમાં ચોમાસા દરમ્યાન સામાન્ય કરતાં 30 થી 35 ટકા વધુ વરસાદ નોંધાયા બાદ ચાલુ વર્ષે ફરી એકવાર રાજયમાં વરસાદ સામાન્ય રહેવાની શકયતા છે. એટલે કે, આ વર્ષે રાજયમાં 800 મિલીમીટરથી લઇ 1000 મિલીમીટર વચ્ચે વરસાદ નોંધાય તેવી શકયતા છે.

- Advertisement -

આજે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી 7થી 14મી મે વચ્ચે વરસાદ પડવાની શકયતા છે. ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શકયતા છે. પ્રિ-મોન્સુન એકિટવિટીના ભાગરૂપે વરસાદ પડવાની શકયતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર મધ્યમાં વરસી શકે છે. વરસાદ.

હવામાન એકસપર્ટના જણાવ્યા મુજબ આ વર્ષે 26 થી 29 મે વચ્ચે કેરળમાં ચોમાસું સક્રિય થવાની શકયતા છે. કેરળમાં ચોમાસુ સક્રિય થયા બાદ લગભગ એક અઠવાડિયા પછી ગુજરાતમાં પ્રિ-મોન્સુન એકિટવિટી શરૂ થાય છે અને 15 જૂન સુધી ચોમાસ શરૂ થતું હોય છે.

- Advertisement -

આ વર્ષે પણ નિર્ધારિત સમય મુજબ આ રાજયમાં 15 જૂનની આસપાસ વરસાદ શરૂ થવાની સાથે અમદાવાદમાં 20 થી રપ જૂન વચ્ચે ચોમાસુ શરૂ થવાની શકયતા છે. ઉત્તર ગુજરાતમાં સર્જાયેલા સાયકલોનિક સકર્યુલેશન સિસ્ટમ તેમજ પ્રિ-મોન્સુન એક્ટિવિટીના ભાગરૂપે શનિવાર અને રવિવારે દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ગાજવીજ પવન સાથે વરસાદી ઝાપટાં પડે તેવી શકયતા છે. આ સમય દરમ્યાન 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની સાથે દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી તેમજ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલી ખાતે વરસાદ નોંધાઇ શકે છે. હાલ સુકા ગરમ પવનને કારણે ગુરૂવારે રાજયમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને ગાંધીનગરમાં નોંધાઇ હતી જયાં મહત્તમ તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો. જયારે આગામી 4 થી પ દિવસ દરમ્યાન રાજયના અનેક શહેરોમાં મહત્તમ તાપમાન 40 થી 42 ડિગ્રી સુધી રહેતા દિવસ દરમ્યાન લોકોને આકરી ગરમી સહન કરવી પડશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular