Thursday, December 26, 2024
Homeરાજ્યજામનગરઆગામી 20 ડિસેમ્બરે જામ્યુકોની સામાન્ય સભા

આગામી 20 ડિસેમ્બરે જામ્યુકોની સામાન્ય સભા

મહાનગરપાલિકાના કર્મચારીઓના આકસ્મિક મૃત્યુ સહાયમાં વધારો સહિતના એજન્ડા

- Advertisement -

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ લાગુ કરાયેલી આચારસંહિતના પુરી થઇ ચૂકી છે. ત્યારે આગામી તા. 20 ડિસેમ્બરના રોજ જામનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા યોજાશે. જેમાં ગત મિટિંગની મિનિટ્સને બહાલી આપવા, કર્મચારીઓના અકસ્માત-મૃત્યુની સહાય પેટે મળતી રકમ સહિતના મુદ્દાઓ એજન્ડામાં રાખવામાં આવ્યા છે.
આગામી તા. 20 ડિસેમ્બરના રોજ જામનગર શહેરના ટાઉનહોલ ખાતે જામનગર મહાનગરપાલિકાની જનરલ બોર્ડની બેઠક યોજાનાર છે. જેમાં ગત મિટિંગની મિનીટ્સને બહાલી આપવા, કર્મચારીઓના અકસ્માત મૃત્યુની સહાય પેટે મળતી રકમમાં વધારો કરવા તેમજ સભ્યોની રજૂઆત અને પ્રશ્નોત્તરીને એજન્ડા રાખવામાં આવ્યા છે. આ જનરલ બોર્ડની બેઠક મહાનગરપાલિકાના હાલના વિપક્ષી નેતા આનંદ રાઠોડની નેતા તરીકે છેલ્લી જનરલ બોર્ડની બેઠક હોવાનું માનવામાં આવી રહ્યું છે. કારણ કે, ગતવર્ષે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ દ્વારા આનંદ રાઠોડ અને કોર્પોરેટર ધવલ નંદાની રોટેશન મુજબ વિપક્ષી નેતા તરીકે નિમણૂંક કરવામાં આવી હતી. જેમાં ડિસેમ્બર-2022 સુધી આનંદ રાઠોડ અને જાન્યુઆરી 2023થી ડિસેમ્બર-2023 સુધી ધવલ નંદા એક વર્ષ માટે વિપક્ષી નેતા તરીકે કાર્યરત રહેશે. તેમ જણાવાયું હતું. આમ હાલના વિપક્ષી નેતા આનંદ રાઠોડની આ વિપક્ષી નેતા તરીકેની છેલ્લા જનરલ બોર્ડની બેઠક હોઇ શકે છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાની કર્મચારીના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં અત્યાર સુધી રૂા. 10,000ની સહાય જોગવાઇ છે. જેમાં ફેરફાર કરીને વધારો આ જનરલ બોર્ડની બેઠકમાં થઇ શકે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular