Sunday, December 22, 2024
Homeરાજ્યગુજરાતઆઇવીએફના નામે જાતિ પરીક્ષણ હાઇકોર્ટની સરકારને નોટિસ

આઇવીએફના નામે જાતિ પરીક્ષણ હાઇકોર્ટની સરકારને નોટિસ

- Advertisement -

આઈવીએફ સેન્ટરના ઓઠા હેઠળ ગર્ભસ્થ શિશુની જાતિની પસંદગીના વિકલ્પો આપવામાં આવે છે અને છોકરી સામે છોકરાની પસંદગીના વિકલ્પ આપીને દીકરીઓની ભ્રુણ હત્યા કરાતી હોવાના ચોંકાવનારા આક્ષેપ સાથે હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. જેમાં પ્રાથમીક સુનાવણી બાદ એકટીંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈ અને જસ્ટીસ બિરેન વૈષ્ણવની ખંડપીઠે રાજય સરકાર સહિતના પક્ષકારોને નોટીસ પાઠવીને કેસની સુનાવણી 12મી જૂનના રોજ મુકરર કરી છે.

- Advertisement -

અરજદાર અપમૃત્યુ નિવારણ સહાયના પ્રેસીડેન્ટ ગીતા દીપક શ્રોફ તરફથી એડવોકેટ ઝુબીન ભરડાએ જાહેર હિતની અરજી કરી છે. આ રિટમાં એવી રજુઆત કરવામાં આવી છે કે, ‘રાજયમાં સુરત સહિત અને શહેરોમાં ક્ધયા ભ્રુણ હત્યાનો રાફડો ફાટયો છે અને ભ્રુણની જાતિ (લિંગ)ની તપાસ કરવાની વિરુદ્ધ પ્રિ-નેટલ ડાયગ્નોસીસ ટેકનીકસ (પ્રોહીબીશન ઓફ સેકસ સિલેકશન)નો કાયદો હોવા છતાં તેનો યોગ્ય અમલ કરવામાં તંત્ર નિષ્ફળ છે.

ચોંકાવનારી હકીકત તો સુરત શહેરમાં જોવા મળી રહી છે. જયાં બિલાડીના ટોપની જેમ આઈવીએફ સેન્ટર ખુલી રહ્યા છે. આ સેન્ટરો જેન્ડર (સેકસ) સિલેકશનની સુવિધા આપે છે, જેના પર પ્રતિબંધ મુકતો કાયદો છે. તેમ છતાંય ‘છોકરો’ જોઈએ કે ‘છોકરી’ એવા વિકલ્પ નિ:સંતાન દંપતીને આપવામાં આવે છે.’ એકટીંગ ચીફ જસ્ટીસ એ.જે.દેસાઈએ સવાલ કર્યો હતો કે, ‘શું આવું કરવું શકય છે.’ ત્યારે એડવોકેટ ભરડાએ કહ્યું હતું કે, ‘હા. આ સેન્ટરો ખુલ્લેઆમ જાહેરાત કરે છે.
જાહેર હિતની અરજીમાં એવી માંગ કરવામાં આવી છે કે, આઈવીએફ સેન્ટરોમાં છેલ્લા પાંચ વર્ષમાં જન્મેલા છોકરા અને છોકરીના ડેટા મંગાવવામાં આવે છે. પીસી અને પીએનડીટી કાયદાની રાજયમાં અને ખાસ કરીને સુરતમાં નબળી અમલવારી શા માટે કરવામાં આવે, એનો ખુલાસો માંગવામાં આવે. આઈવીએફ સેન્ટરોને કાયદાનો ભંગ કરીને ભૃણની નીતિ નકકી કરવાથી અટકાવવાના આદેશ કરવામાં આવે. જે આઈવીએફ સેન્ટરો કાયદાનો ભંગ કરીને ભ્રુણની જાતિ નકકી કરતાં હોય તેમના લાયસન્સ રદ કરો. ુ પીસી એન્ડ પીએનડીટી કાયદા હેઠળ નોંધાયેલા કેસોમાં આરોપીઓને મુક્ત કર્યા હોય એવા કેસોમાં સરકાર અપીલ કરે. ભ્રુણની નીતિ નકકી કરવા પર પ્રતિબંધ મુક્તા કાયદાની કડક અમલવારી કરવા સરકારને આદેશ કરો અને સુપ્રીમ કોર્ટના નિર્દેશોનો અમલ કરવામાં આવે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular