Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરછોટીકાશીમાં ધાર્મિકસ્થાનો, બાગબગીચા પૂન: શરૂ

છોટીકાશીમાં ધાર્મિકસ્થાનો, બાગબગીચા પૂન: શરૂ

- Advertisement -

જામનગર સહિત સમગ્ર ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ઘટતાં રાજય સરકાર દ્વારા ધાર્મિક સ્થાનો, બાગ બગીચા, સહિતના સ્થળો ખોલવાની મંજૂરી આપી છે. આજથી જામનગર સહિત ગુજરાતમાં રાજય સરકારની ગાઇડલાઇન અનુસાર ધાર્મિકસ્થાનો, બાગબગીચા, જીમ વગેરે શરૂ થયા હતા. છોટી કાશી તરીકે જાણીતા જામનગરમાં શહેરમાં મંદિરો ખુલતાં ભકતોમાં ખુશીની લહેર જોવા મળી હતી. તો બીજી તરફ લાખોટા તળાવ તથા બાગબગીચા પણ ખુલતાં લોકો વહેલી સવારે જ કસરત કરવા તેમજ મોર્નિંગ વોક કરવા માટે ઉમટયા હતા. લાંબા સમય બાદ ધાર્મિકસ્થાનો બાગબગીચા, ખુલતા શહેરીજનોને રાહત મળી હતી. લોકોમાં આનંદની લાગણી પ્રસરી જવા પામી હતી. રાજ્ય સરકાર દ્વારા આજથી સવારે છ વાગ્યાથી સાંજે સાત વાગ્યા સુધી ધંધા રોજગારની સાથે સાથે ધાર્મિક સ્થાનો, જીમ ને પણ મંજૂરી આપવામાં આવી છે. લાંબા સમય બાદ જીમ ને પણ મંજૂરી મળતા જામનગર શહેરમાં સ્વાસ્થ્યની જાળવણી માટે લોકો જીમમાં જવાનું આજથી શરૂ થયું હતું. તો બીજી તરફ તળાવની પાળે પણ લોકોએ કસરત કરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular