જામનગર શહેરના મોહનનગર વિસ્તારમાં આવેલા રહેણાંક મકાનના તાળા તોડી કબાટમાંથી દાગીના અને રોકડની ચોરીના બનાવમાં એલસીબીની ટીમએ બે સપ્તાહ પહેલાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી ચોરાઉ મુદામાલ સાથે બે તસ્કરોને ઝડપી લીધા હતા.

ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરના મોહનનગર વિસ્તારમાં રહેતાં વર્ષાબેન પ્રભુદાસ લુક્કા નામના મહિલાના મકાનમાં ગત્ તા. 05ના રોજ અજાણ્યા તસ્કરોએ તાળા તોડી અંદર પ્રવેશ કરી રૂમમાં રહેલા લાકડાંના કબાટમાંથી સોનાના દાગીના અને રૂા. 40 હજારની રોકડ મળી કુલ રૂા. 1,10,000ની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી. આ ઘરફોડ ચોરીમાં સંડોવાયેલી તસ્કર બેલડી અંગે દિલીપભાઇ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા, મયૂરસિંહ પરમારને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચનાથી પીઆઈ વી.એમ. લગારીયા, પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી.
એલસીબીની ટીમએ બાતમીના આધારે કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમના સીસીટીવી ફૂટેજ અને હ્યુમન સોર્સિઝના આધારે ચાંદીબજાર વિસ્તારમાંથી બાતમી મુજબના બે તસ્કરોને દબોચી લઇ પૂછપરછ હાથ ધરતાં પ્રદીપ ઉર્ફે પદિયો કારૂ કેશુ પઢારિયા (રહે. રાજકોટ) અને જગદિશ ઉર્ફે જગો ગુણવંત નિમાવત (રહે. રાજકોટ) નામન બન્ને તસ્કરો પાસેથી રૂા. 1,16,000ની કિંમતની 23 ગ્રામ 400 મિલી ગ્રામ વજનની બે સોનાન બંગડી અને રૂા. 1,21,500ની કિંમતની 9.450 ગ્રામની 3 સોનાની વિંટી તથા રૂા. 13 હજારની રોકડ અન રૂા. 10 હજારનો એક મોબાઇલ ફોન મળી કુલ રૂા. 2,60,500નો મુદામાલ કબ્જે કરી આગળની પૂછપરછ હાથ ધરી હતી. જેમાં જગદિશ ઉર્ફે જગા વિરૂઘ્ધ રાજકોટમાં પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે. જ્યારે રીઢા તસ્કર પ્રદીપ ઉર્ફે પદિયા સામે રાજકોટ (શહેર-જિલ્લા પોલીસ મથક) તથા ચોટીલા પોલીસ મથક અને જૂનાગઢ તથા સુરતમાં મળી કુલ 23 ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસ દરમ્યાન ખુલ્યું હતું. પોલીસે બન્ને રીઢા તસ્કરોને ઝડપી લઇ સિટી ‘એ’ ડિવિઝનને સોંપવાની કાર્યવાહી હાથ ધરી હતી.


