Wednesday, December 25, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં જૂગારની મોસમ પુરબહારમાં ખીલી

જામનગર શહેર-જિલ્લામાં જૂગારની મોસમ પુરબહારમાં ખીલી

સાધના કોલોનીમાંથી ચાર મહિલા સહિત પાંચ શખ્સો જૂગાર રમતા ઝડપાયા: લાલપુરના ટેભડા ગામમાં જૂગાર દરોડામાં સાત શખ્સો ઝડપાયા : ધુડશિયા ગામમાંથી પોલીસે જૂગાર રમતા ચાર શખ્સોને દબોચ્યા : કાલાવડ નાકા બહારના વિસ્તારમાંથી પોલીસે છ શખ્સોને દબોચ્યો

- Advertisement -

જામનગરની સાધના કોલોનીમાં હાઉસીંગ બોર્ડના કવાર્ટરકમાં બીજા માળની લોબીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમાતા સ્થળે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન ચાર મહિલા સહિત પાંચ શખ્સોને રૂા.10,130 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરના સાધના કોલોની ન્યુ હાઉસીંગ બોર્ડ એ વીંગમાં બીજા માળની લોબીમાં જૂગાર રમાતો હોવાની હેકો દેવાયત કાંબરીયા, પો.કો. રાજેન્દ્રસિંહ ડોડિયાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઇ એમ.એન. રાઠોડ, હેકો. નરેન્દ્રસિંહ ઝાલા, દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિલભાઈ ડેર, પો.કો. ખોડુભા જાડેજા, વિજય કાનાણી, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા અને યોગેન્દ્રસિંહ સોઢા, રાકેશ ચૌહાણ, હિતેશ સાગઠિયા, ઋષિરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન દર્પણ ગીરીશ પાડલિયા અને ચાર મહિલાઓ સહિત પાંચ શખ્સોને રૂા.10,130 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

બીજો દરોડો, લાલપુર તાલુકાના ટેભડા ગામના પાદરમાંથી તીનપતિનો જૂગાર રમતા વિજય ચના રાઠોડ, દિનેશ આલા વાઘ, રામજી પાલા ચાવડા અને હમસુખ ધના વાઘ નામના ચાર શખ્સોને લાલપુર પોલીસે રેઈડ દરમિયાન રૂા.10,030 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. ત્રીજો દરોડો, કાલાવડ તાલુકાના નાગપુર ગામની સીમમાં સરકારી ખરાબામાં તીનપતિનો જૂગાર રમતા રવિ ભીખા સીંગલ, ખીમજી માવજી સીંગલ, અમરશી મનજી સીંગલ, મોહન દેવા વાઘેલા, અરજણ ડાયા પરમાર, નરેન્દ્ર ભોજા સીંગલ, પ્રફુલ્લા રમેશ સીંગલ નામના સાત શખ્સોને રૂા.6350 ની રોકડ રકમ અને ગંજીપના સાથે કાલાવડ ગ્રામ્ય પોલીસે ઝડપી લીધા હતાં.

- Advertisement -

ચોથો દરોડો, જામનગર તાલુકાના ધુડશિયા ગામમાં સ્મશન પાછળથી તીનપતિનો જુગાર રમતા મહેશ જેન્તી રાઠોડ, લાલજી ઉર્ફે લાલો ખીમજી રાઠોડ, વિપુલ કાળુ સીતાપરા અને મહેન્દ્ર ડાયા રાઠોડ નામના ચાર શખ્સોને રૂા.3840 ની રોકડ રકમ અને ગંજીપના સાથે પંચકોશી એ ડીવીઝન પોલીસ સ્ટાફે ઝડપી લઇ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

પાંચમો દરોડો, જામનગર શહેરના કાલાવડ નાકા બહાર જાહેરમાં ચલણી નોટોના નંબર ઉપર એકી બેકીના આંકડા લખી પૈસાની હારજીત કરતાં સાહીલ રહીમ સેતા અને વસીમ રજાક સેતા નામના બે શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.1050 ની રોકડ રકમ સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

છઠો દરોડો, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર જાહેરમાં ચલણી નોટો ઉપર એકી બેકીનો જૂગાર રમતા સુનેર મકબુલ સેરજી અને સાહીદ અજીદ સેતા નામના બે શખ્સોને રૂા. 780 ની રોકડ રકમ સાથે સિટી એ ડીવીઝન પોલીસે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સાતમો દરોડો, જામનગરના કાલાવડ નાકા બહારથી ચલણી નોટો પર જૂગાર રમતા સરફરાજ જાવીદ શેખ અને અસગર નજીર સમા નામના બે શખ્સોને સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રૂા.840 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular