જામનગર શહેરમાં સેન્ટ્રલ બેન્ક પાસે ઝંડુ ભટ્ટની શેરીમાં આવેલા રહેણાંક મકાનમાંથી એલસીબીએ જુગારનો અખાડો ઝડપી લઇ રોકડ, મોબાઇલ ફોન સહિત કુલ રૂા. 91,500ના મુદ્દામાલ સાથે સાત શખ્સોને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરમાં સેન્ટ્રલ બેન્કની સામે ઝંડુ ભટ્ટની શેરીમાં રહેતાં અશ્ર્વિન ચંદુલાલ ભટ્ટના રહેણાંક મકાનમાં જુગારનો અખાડો ચાલતો હોવાન એલસીબીના દિલીપભાઇ તલાવડિયા, હિતેન્દ્રસિંહ જાડેજા અને યુવરાજસિંહ ઝાલાને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા ડો. રવિ મોહન સૈનીની સૂચના અને એલસીબી પીઆઇ વી. એમ. લગારિયાના માર્ગદર્શન મુજબ પીએસઆઇ સી. એમ. કાંટેલિયા, એમ. વી. ભાટિયા તથા સ્ટાફના હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, નાનજીભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવાડિયા, હિરેનભાઇ વરણવા, હિતેન્દ્રસિંહ જાડેજા, અરજણભાઈ કોડીયાતર, મયુદીનભાઈ સૈયદ, ક્રિપાલસિંહ જાડેજા, કાસમ બ્લોચ, નિર્મળસિંહ જાડેજા, બળવંતસિંહ પરમાર, મયૂરસિંહ પરમાર, યુવરાજસિંહ ઝાલા, ભયપાલસિંહ જાડેજા, અજયભાઇ વીરડા, કિશોરભાઈ પરમાર, ઋષિરાજસિંહ વાળા, ભરતભાઇ ડાંગર, ઘનશ્યામભાઇ ડેરવાડિયા, સુમિતભાઇ શિયાર, સુરેશભાઇ માલકિયા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બારાસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, ભારતીબેન ડાંગર સહિતના સ્ટાફે દરોડો પાડયો હતો.
એલસીબીના દરોડામાં અશ્ર્વિન ચંદુલાલ ભટ્ટ, આસિફ ઇશા ફૂલવાલા, અલ્તાફ મજિદ ફૂલવાલા, જૂનૈદ મુસા મનોરિયા, સફીક મામદ ફૂલવાલા, ફૈસલ આરિફ ફૂલવાલા તથા કાદર ગફાર રાજકોટિયા નામના સાત શખ્સોને રૂા. 75 હજારની રોકડ, રૂા. 16 હજારની કિંમતના ચાર નંગ મોબાઇલ ફોન તથા બે નંગ ઘોડીપાસા સહિત કુલ રૂા. 91,500ના મુદ્ામાલ સાથે જુગાર રમતા ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહ હાથ ધરી હતી.


