ખંભાળિયામાં ઈન્ચાર્જ પી.આઈ. એન.એચ. જોશી દ્વારા દારૂ – જુગાર અંગે હાથ ધરવામાં આવેલી ડ્રાઇવ દરમિયાન બેઠક રોડ ઉપર આવેલી મહાજન વાડી પાછળની ગલીમાં બેસી અને કેટલાક શખ્સો જુગાર રમતા હોવા અંગેની બાતમી વિરેન્દ્રસિંહ નટુભા જાડેજા તથા કાનાભાઈ લુણાને મળતા આ સ્થળે દરોડો પાડી, મનોજ કિશનભાઈ કોઈડિયા, સુનિલ પ્રભુભાઈ ચારોલીયા અને રાજુ રમેશભાઈ સચાણિયા નામના ચાર શખ્સોને તીનપત્તી નામનો જુગાર રમતા ઝડપી લઇ, કુલ રૂપિયા 11,220 નો મુદ્દામાલ કબજે કરી, જુગાર ધારાની કલમ હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી.
અન્ય એક કાર્યવાહીમાં મીઠાપુર પોલીસે આરંભડા સીમ વિસ્તારમાં એક મંદિરના ઓટલા પર બેસી અને જુગાર રમતા માલા મનજી ચૌહાણ, મુરુ છગન પરમાર અને ચાર મહિલા સહિત છ વ્યક્તિઓને ઝડપી લઇ, કુલ રૂપિયા 6,620 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.