Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેરમાંથી વર્લીમટકાના આંકડા લખતા ચાર શખ્સને ઝડપી લેતું એલસીબી

જામનગર શહેરમાંથી વર્લીમટકાના આંકડા લખતા ચાર શખ્સને ઝડપી લેતું એલસીબી

રૂા.29,755 ની રોકડ રકમ અને બે મોબાઇલ કબ્જે : કાલાવડમાંથી વર્લીબાજ ઝબ્બે : જામજોધપુરમાંથી વર્લીનો જૂગાર રમાડતો શખ્સ ઝડપાયો

- Advertisement -

જામનગર શહેરના ગુજરાતીવાડમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા ચાર શખ્સોને એલસીબીની ટીમે રોકડ અને વર્લીની સ્લીપ સહિત રૂા.39,755 ના મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કાલાવડમાં પાણીના ટાંકા પાસેથી વર્લીના આંકડા લખતા એક શખ્સને રૂા.4700 ની રોકડ રકમ સાથે ઝડપી લીધો હતો. જામજોધપુરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમતા એક શખ્સને રૂા.3300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

જૂગાર દરોડાની વિતગ મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલા ગુજરાતીવાડમાં જાહેરમાં વર્લીમટકાનો જૂગાર રમતા હોવાની હરદીપ ધાંધલ, શિવભદ્રસિંહ જાડેજા, ફિરોજ ખફીને મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી પીઆઈ જે.વી. ચૌધરી, પીએસઆઈ એસ.પી.ગોહિલ તથા સ્ટાફના સંજયસિંહ વાળા, હરપાલસિંહ સોઢા, ભરતભાઈ પટેલ, શરદભાઈ પરમાર, દિલીપભાઈ તલાવડિયા, ભગરથસિંહ સરવૈયા, હરદીપભાઈ ધાંધલ, અશોકભાઈ સોલંકી, વનરાજભાઇ મકવાણા, ધાનાભાઈ મોરી, યશપાલસિંહ જાડેજા, હિતેન્દ્રસિંહ જાડેજા, અજયસિંહ ઝાલા, શિવભદ્રસિંહ જાડેજા, નિર્મળસિંહ જાડેજા, રાકેશભાઈ ચૌહાણ, કિશોરભાઈ પરમાર, સુરેશભાઇ માલકિયા, દયારામ ત્રિવેદી, બિજલભાઈ બાલસરા, ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા સ્ટાફે રેઈડ દરમિયાન અબરાન શબીર કુરેશી, શબીર કાસમ બાદી, તોહીદ ગુલામહુશેન પઠાણ, મહમદ દોસમામદ બુખારી નામના ચાર શખ્સોને ઝડપી લઈ તેમની પાસેથી રૂા.29,755 ની રોકડ રકમ અને રૂા.10 હજારની કિંમતના બે મોબાઇલ ફોન મળી આવતા એલસીબી રૂા.39755 નો મુદ્દામાલ કબ્જે કરી નાશી ગયેલા શબીર હશન કુરેશી સહિતના પાંચ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

બીજો દરોડો, કાલાવડ ગામમાં પાણીના ટાંકા સામે જાહેરમાં વર્લી મટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા રસીદ ઉર્ફે ગોબરો હારુન બાનાણી નામના શખ્સને સ્થાનિક પોલીસે રૂા.4700 ની રોકડ રકમ અને વર્લીમટકાના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

ત્રીજો દરોડો, જામજોધપુર ગામમાં જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી જૂગાર રમાડતા ધર્મેશ ઉર્ફે કાનો અશ્ર્વિન મણવર નામના શખ્સને સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન રૂા.2800 ની રોકડ રકમ અને રૂા.500 ની કિંમતનો મોબાઇલ ફોન મળી કુલ રૂા.3300 નો મુદ્દામાલ કબ્જે કરી પૂછપરછ હાથ ધરતા આ દરોડામાં ચંદુ ગોહિલ (જેતપુર), હિતેશ વાદી (સમાણ), સિકંદર (સમાણા) ના નામો ખુલતા પોલીસે ચાર શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular