Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં બે સ્થળોએ જૂગાર દરોડા

જામનગર જિલ્લામાં બે સ્થળોએ જૂગાર દરોડા

શહેરમાંથી રૂા.25340 ની રોકડ સાથે છ મહિલા ઝડપાઇ : બુટાવદરમાંથી તીનપતિનો જૂગાર રમતા બે શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરમાં સત્યમ કોલોની પાસે આવેલી સુંદરમ સોસાયટીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા છ મહિલાઓને સીટી સી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.25,340 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં. જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા બે શખ્સોને રૂા.1110 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લીધા હતાં.

- Advertisement -

દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો જામનગર શહેરમાં સત્યમ કોલોની અંડરબ્રીજ પાસેની સુંદરમ સોસાયટીમાં તીનપતિનો જૂગાર રમાતો હોવાની હેકો ફૈઝલ ચાવડા, પો.કો. ખીમશી ડાંગરને મળેલી બાતમીના આધારે પીઆઈ પી.એલ. વાઘેલા, પીએસઆઈ વી.એ. પરમાર, હેકો ફૈઝલભાઇ ચાવડા, જાવેદભાઈ વજગોળ, નારણભાઈ સદાદીયા, પ્રદિપસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ચુડાસમા, પો.કો. ખીમશીભાઈ ડાંગર, યુવરાજસિંહ જાડેજા, હોમદેવસિંહ જાડેજા તથા હર્ષદભાઈ પરમાર સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન છ મહિલાઓને રૂા.25,340 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બીજો દરોડો, જામજોધપુર તાલુકાના બુટાવદર ગામમાં આવેલી સોસાયટીમાં જાહેરમાં તીનપતિનો જૂગાર રમતા પરબત વાલા મકવાણા, રવજી જેઠા ચાવડા નામના બે શખ્સોને પોલીસે રૂા.1110 ની રોકડ રકમ અને ગંજીપના સાથે ઝડપી લઇ નાશી ગયેલા અશ્ર્વિન દાના મકવાણા, જેન્તી ખીમા વેગડા, રણજીત વાલા મકવાણા નામના ચાર શખ્સો સહિત છ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular