Tuesday, September 17, 2024
Homeરાજ્યજામનગરજામનગર શહેર-જિલ્લામાં ત્રણ સ્થળોએ જૂગાર દરોડા

જામનગર શહેર-જિલ્લામાં ત્રણ સ્થળોએ જૂગાર દરોડા

અકબરશા ચોકમાંથી રૂા.12,240 ની રોકડ સાથે વર્લીબાજ ઝબ્બે : પાટણમાંથી વર્લીના આંકડા લખતો શખ્સ ઝડપાયો : રંગમતિ સોસાયટીમાંથી વર્લીનો જૂગાર રમાડતો શખ્સ ઝબ્બે

- Advertisement -

જામનગર શહેરના અકબરશા ચોકમાંથી વર્લીના આંકડા લખતા એક શખ્સને પોલીસે રૂા.12240 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. જામજોધપુરના પાટણ ગામમાંથી વર્લીમટકાના આંકડા લખતા શખ્સને રૂા.1470 ની રોકડ રકમ સાથે પોલીસે ઝડપી લીધો હતો. જામનગરના કાલાવડ નાકા બહાર રંગમતિ સોસાયટી પાસેથી રૂા.900 ની રોકડ રકમ સાથે વર્લીબાજને ઝડપી લીધો હતો.

જૂગાર સંબંધિત દરોડાની વિગત મુજબ, પ્રથમ દરોડો, જામનગર શહેરના અકબરશા ચોકમાંથી જાહેરમાં વર્લીના આંકડા પર જૂગાર રમતા કાદર અબ્દુલા ગરાણા નામના વૃધ્ધ શખ્સને પોલસે રેઈડ દરમિયાન રૂા.12240 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે ઝડપી લીધો હતો. બીજો દરોડો, જામજોધપુર તાલુકાના પાટણ ગામમાં જાહેરમાં વર્લીના આંકડા લખી પેસાની હારજીત કરતા કેશુ ગીગા ભુતિયાને રૂા.1470 ની રોકડ રકમ અને જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી રંગમતિ સોસાયટીમાં જાહેરમાં વર્લીના આંકડા લખી જૂગાર રમાડતા વલી અબ્બાસ કુરેશી નામના શખ્સને રૂા.900 ની રોકડ તેમજ 500 નો મોબાઇલ મળી કુલ રૂા.1400 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular