જામનગર શહેરમાં કાલાવડનાકા બહાર મોરકંડા રોડ પર આવેલ બાબુ અમરતના વાડા પાસેથી સીટી-એ પોલીસે જુગારની કલબ પર દરોડો પાડી ઝડપી લઇ દશ શખ્સોને રૂા. 95000ની રોકડ સહીત કુલ રૂા. 2,88,500નો મુદ્ામાલ કબજે કર્યો હતો.
જુગાર દરોડાની વિગત મુજબ જામનગર શહેરના કાલાવડનાકા બહાર મોરકંડા રોડ બાબુ અમરતના વાડા પાસે રહેતો કિશોર શામજી પરમાર નામનો શખ્સ પોતાના મકાનમાં બહારથી માણસો બોલાવી જુગારના સાધનો પુરા પાડી નાલ ઉઘરાવી ઘોડીપાસાનો જુગાર રમાડતો હોવાની સીટી-એના હેકો રવિરાજસિંહ જાડેજા તથા પોકો વિરેન્દ્રસિંહ જાડેજા, પોકો વિક્રમસિંહ જાડેજાને મળેલ બાતમીના આધારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની સૂચના અને ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી તથા પીઆઇ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સીટી-એના પીઆઈ એને.એ. ચાવડા, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, રવિન્દ્રસિંહ પરમાર, સુનિલભાઈ ડેર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રવિરાજસિંહ જાડેજા, યોગેન્દ્રસિંહ સોઢા, વિક્રમસિંહ જાડેજા, ખોડુભા જાડેજા, શૈલેષભાઈ ઠાકરિયા, રાજેન્દ્રસિંહ ડોડિયા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, મહેન્દ્રભાઈ પરમાર સહિતના સ્ટાફ દ્વારા રેઇડ દરમિયાન કિશોર શામજી પરમાર, જીતેન્દ્ર લાલજી નકુમ, જગદીશ કારા નકુમ, અજય લખમણ પરમાર, ભીખુ અમરશી લીંબડ, મનિષ ઉર્ફે જકુલ જાદવજી પીપરીયા, પુંજા ઉર્ફે મામા કાનજી કણઝારીયા, હિતેશ ઉર્ફે છપ્પન મગનલાલ વાઢેર, હસમુખ રમણીક કણઝારીયા, ગૌતમ જયંતિલાલ પરમાર નામના દશ શખ્સોને રૂા. 95000ની રોકડ, રૂા. 28500ની કિંમતના સાત નંગ મોબાઇલ ફોન, રૂા. 1,65,000ની કિંમતના ચાર નંગ વાહનો સહિત કુલ રૂા. 2,88,500નો મુદ્ામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.