Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજી.જી. હોસ્પિટલમાં મહિલા સફાઇ કર્મચારીને માર મારવા અંગે ફરિયાદ નોંધાતાં વાલ્મિકી સમાજના...

જી.જી. હોસ્પિટલમાં મહિલા સફાઇ કર્મચારીને માર મારવા અંગે ફરિયાદ નોંધાતાં વાલ્મિકી સમાજના ધરણાનો અંત

- Advertisement -

જામનગરની જી.જી. હોસ્પિટલમાં મહિલા સફાઇ કર્મચારી ઉપર પોલીસ દ્વારા બળપ્રયોગ કરવામાં આવ્યો હોવાના આક્ષેપ સામે ફરિયાદ નોંધવા વાલ્મિકી સમાજ દ્વારા ધરણા ચાલી રહ્યાં હતાં. આ દરમિયાન ગઇકાલે જામનગર પોલીસ દ્વારા આ અંગે ફરિયાદ નોંધવામાં આવતાં ધરણાનો અંત આવ્યો હતો.

- Advertisement -


જી.જી. હોસ્પિટલ સંકુલમાં થયેલા ઘર્ષણ મામલે સફાઇ કર્મચારીઓની અટકાયત કરવામાં આવ્યા બાદ વાલ્મિકી સમાજમાં ઘેરા પ્રત્યાઘાત પડયા હતાં. જેને લઇને જામનગરમાં વાલ્મિકી સમાજ દ્વારા પોલીસ ફરિયાદ નોંધવાની માંગ સાથે ધરણા યોજવામાં આવી રહ્યાં હતાં. ગઇકાલે સુરેન્દ્રનગરના ધારાસભ્ય નૌશાદ સોલંકી પણ આ ધરણામાં હાજર રહ્યાં હતાં અને જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.

આ ધરણા દરમિયાન ગઇકાલે જામનગર પોલીસ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી. જેથી ધરણાનો અંત આવ્યો હતો. જે.કે. ચૌહાણ, વેલજીભાઇ બાબરીયા,મોહનભાઇ વાઘેલા, લાલજીભાઇ રાઠોડ, હરીશભાઇ ચૌહાણ, અમિતભાઇ પરમાર, મહેશભાઇ બાબરીયા સહિતના અગ્રણીઓ તેમજ વાલ્મિકી સમાજ તથા અનુસુચિત જાતિ દ્વારા ધરણા પ્રદર્શન કરવામાં આવી રહ્યું હતું. આ પૂર્વે ગઇકાલે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ અનુજાતિ વિભાગ તેમજ ભીમ શક્તિ તથા બહુજન સમાજ પાર્ટી દ્વારા પણ ફરિયાદ નોંધવા તેમજ યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે આવેદનપત્ર પાઠવવામાં આવ્યા હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular