Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરજી. જી. હોસ્પિટલમાં લાંચ કેસમાં પટાવાળાની ધરપકડ

જી. જી. હોસ્પિટલમાં લાંચ કેસમાં પટાવાળાની ધરપકડ

છેલ્લાં એક મહિનાથી વધુ સમયથી નાસતો ફરતો હતો: રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાશે

- Advertisement -

જામનગરની જી. જી. હોસ્પિટલના પટાવાળાએ માંગેલ લાંચના કેસમાં છેલ્લાં મહિનાથી નાસતા ફરતા આરોપીને જામનગર એસીબી પોલીસે ઝડપી લીધો હતો અને આજે અદાલતમાં રિમાન્ડની માંગણી સાથે રજૂ કરવામાં આવશે. આ પૂર્વે આરોપી દ્વારા કરાયેલી આગોતરા જામીન અરજી અદાલત દ્વારા રદ્દ કરવામાં આવી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, ગત જૂન માસમાં જી. જી. હોસ્પિટલના મેડીકલ વોર્ડના પટાવાળા અશોક ધીરુ પરમારએ એક શિક્ષક અરજદારને મેડીકલ સર્ટીફિકેટ માટે રૂા. 2.50 લાખની લાંચ માંગી હતી. જેમાં રકઝકના અંતે રૂા.45000 લાંચની રકમ આપવાનું નકકી થયું હતું. જેમાંથી રૂા.20 હજાર તુરત જ લઇ લીધા હતાં અને બાકી રહેતી લાંચની રકમ રૂા.25000 ફરિયાદી આપવા ન માંગતા હોય એસીબીમાં ફરિયાદ કરી હતી. જેના આધારે એસીબીએ છટકુ ગોઠવ્યું હતું. પરંતુ લાંચની રકમ સ્વીકારતી વખતે પટાવાળાને છટકુ ગોઠવ્યું હોવાની જાણ થઈ જતાં લાંચની રકમ મુકી નાશી છુટયો હતો. આ બનાવ અંગે એસીબીએ પટાવાળા અશોક પરમાર વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જેમાં મહિનાથી વધુ સમયથી ફરાર અશોક પરમારની જામનગર એસીબીએ ધરપકડ કરી હતી અને આજે રિમાન્ડની માંગણી સાથે અદાલતમાં રજૂ કરાશે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular