જામનગરની જી. જી. હોસ્પિટલનો બાયોમેડિકલ વેસ્ટ પશુઓ માટે જીવલેણ સાબિત થાય તેવી ઘોર બેદરકારી હોસ્પિટલના કર્મચારીઓ દ્વારા દાખવવામાં આવે છે. જેનું તાજું ઉદાહરણ હોસ્પિટલના પાછળના ભાગમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરવામાં આવ્યો હતો. તે બાયો મેડીકલ વેસ્ટ પશુઓ આરોગતાં હોવાનો વિડિયો વાયરલ થયો છે.
આ અંગેની વિગત મુજબ જામનગર શહેરની જી. જી. હોસ્પિટલ આમ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પિટલ તરીકે ગણાય છે. પરંતુ આ હોસ્પિટલમાં કાઇંકને કાઇંક છબરડાઓ અથવા તો બેદરકારી થતી હોય છે. જેના કારણે જામનગરની આ હોસ્પિટલ હંમેશા ચર્ચાનું કેન્દ્ર બની રહેતી હોય છે. ત્યારે આજે પણ વધુ એક બેદરકારીનો વિડિયો સામે આવ્યો છે. જેમાં જામનગરની જી. જી. હોસ્પિટલમાં બાયોમેડીકલ વેસ્ટનો નિકાલ કરતાં કર્મચારીઓ દ્વારા આ જીવલેણ બાયોમેડીકલ વેસ્ટ હોસ્પિટલના પાછળના ભાગમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત આ વેસ્ટ જે સ્થળે નિકાલ કરવામાં આવ્યો છે. ત્યાં પણ અસહ્ય ગંદકી જ જોવા મળે છે. એટલે જી. જી. હોસ્પિટલમાં સફાઇનો તો અભાવ છે જ. સાથે સાથે બાયોમેડીકલ વેસ્ટના નિકાલમાં પણ બેદરકારી દાખવવામાં આવી રહી છે. આ રીતે આચરવામાં આવેલી ઘોર બેદરકારીના કારણે અબોલ પશુઓ આ જીવલેણ બાયોમેડીકલ વેસ્ટ આરોગતા નજરે ચઢે છે.
View this post on Instagram


