જામનગરની જી.જી. હોસ્પિટલના ચર્ચિત શારીરિક શોષણ મામલે જવાબદારો સામે કડક પગલા લેવા તથા કામદારોનું આર્થિક તેમજ શારીરિક શોષણ કાયમી ધોરણે બંધ કરાવવા ભારતીય મજદૂર સંઘ-જામનગરના પ્રમુખ પંકજભાઇ રાયચુરા દ્વારા મુખ્યમંત્રીને પત્ર લખી રજૂઆત કરાઇ છે.
જી.જી. હોસ્પિટલ સમગ્ર સૌરાષ્ટ્રના દર્દીઓને આરોગ્યલક્ષી સેવાઓ આપી રહી છે. આ સેવાઓ કોન્ટ્રાકટ સિસ્ટમ કે આઉટ સોશિંગ સરકાર દ્વારા આપવી તે ગેરકાયદેસર હોય તાત્કાલિક ધોરણે સમગ્ર રાજ્યના આરોગ્ય વિભાગમાંથી આ પ્રથા બંધ કરાવવા અને સીધી રોજગારી પૂરી પાડવા તેમજ તાજેતરમાં સામે આવેલ જી.જી. હોસ્પિટલના શારીરિક શોષણ મામલે સંપૂર્ણ નિષ્પક્ષ તપાસ કરી જવાબદારો સામે કડક હાથે પગલાં લેવા તથા કામદારોનું આર્થિક શોષણ ન થાય તે અંગે યોગ્ય પગલાં લેવા માંગણી કરવામાં આવી છે.
જી.જી. હોસ્પિટલના શારીરિક શોષણ મામલે કડક પગલાં લેવા ભારતીય મજદૂર સંઘની માંગણી
કામદારોનું આર્થિક તથા શારીરિક શોષણ બંધ કરાવવા મુખ્યમંત્રીને રજૂઆત