Friday, December 5, 2025
Homeસમાચારરાષ્ટ્રીયઅફઘાન મુદ્દે જી-20 દેશોની બેઠક

અફઘાન મુદ્દે જી-20 દેશોની બેઠક

પીએમ-બ્રિટીશ પીએમ ટેલિફોનિક વાર્તાલાપ

- Advertisement -

તાલિબાને કબજો મેળવ્યા બાદ અફઘાનિસ્તાનની પરિસ્થિતિ પર ચર્ચા-વિચારણા માટે આજે મંગળવારે મળી રહેલી જી-20 દેશોના ટોચના નેતાઓની બેઠકમાં વડા પ્રધાન મોદી ઓનલાઇન હાજરી આપશે. વિદેશ મંત્રાલય તરફથી જણાવાયું હતું કે આ બેઠકમાં જી-20 દેશોના વડાઓ અફઘાનિસ્તાનમાં માનવાધિકાર, આતંકવાદ, હિંસાચાર, સુરક્ષા સહિતની પરિસ્થિતિ વિશે વિસ્તૃત ચર્ચા કરશે, જેમાં વડા પ્રધાન પણ વર્ચ્યુઅલ હાજરી આપશે.

વિદેશ મંત્રાલયના જણાવ્યા પ્રમાણે 12 ઓક્ટોબરે જી-20 દેશોના વડાઓની વર્ચ્યુઅલ બેઠક મળવાની છે જેમાં જી-20ના પ્રમુખ ઇટાલીના આમંત્રણને સ્વીકારીને વડા પ્રધાન મોદી પણ હાજરી આપશે. વિશ્વના 20 પ્રમુખ દેશોના સંગઠન જી-20નું પ્રમુખ હાલમાં ઇટાલી છે. આ બેઠકમાં અફઘાનિસ્તાનમાં માનવતાના ધોરણે મદદ, લોકોનું પલાયન રોકવું, અફઘાનિસ્તાનમાં પ્રાથમિક સુવિધાઓ અને જીવનધોરણ, સુરક્ષા જેવા મુદ્દાઓમાં મદદ, તેમ જ આતંકવાદ અને હિંસાચાર સામે પગલાં લેવા અને માનવાધિકાર જેવા મુદ્દાઓની ચર્ચા થશે.

- Advertisement -

બ્રિટનના આતંરરાષ્ટ્રીય યાત્રા માટેના દિશાનિર્દેશોને પગલે ઉભા થયેલા વિવાદનો ઉકેલ આવ્યા બાદ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે ફોન ઉપર વાતચીત કરી હતી. આ દરમિયાન બન્ને નેતાઓ સહમત પણ થયા હતાં કે બ્રિટન દ્વારા ભારતીય રસીકરણ પ્રમાણપત્રને માન્યતા આપવાનું પગલું આવકાર્ય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી બોરિસ જોનસન સાથે વાર્તાલાપ સારો રહ્યો. ભારત-યુકે એજન્ડા 2030માં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular