Monday, March 30, 2026
Homeરાજ્યહાલારમેવાસા લૂંટનો ફરારી આરોપી પાંચ વર્ષે ઝડપાયો

મેવાસા લૂંટનો ફરારી આરોપી પાંચ વર્ષે ઝડપાયો

ભાણવડ પંથકમાં આજથી આશરે પાંચ વર્ષ પૂર્વે લૂંટ અંગેનો એક ગુનો નોંધાયો હતો. જે પ્રકરણમાં એલસીબી પોલીસે મધ્ય પ્રદેશ રાજ્યના મૂળ વતની એવા પરપ્રાંતિય ઈનામી આરોપી એવા આ શખ્સને ખંભાળિયા નજીકથી મોટરસાયકલ સાથે ઝડપી લીધો હતો.

- Advertisement -

આ અંગે એલસીબી સૂત્રો દ્વારા જાહેર કરવામાં આવેલી વિગત મુજબ દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસવડા જયરાજસિંહ વાળાની સૂચના મુજબ ફરાર થઈ ગયેલા આરોપીઓને ઝડપી લેવા માટે એલસીબી પોલીસને દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીમાં પી.આઈ. બી.જે. સરવૈયા તેમજ તેમની ટીમ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી કરવામાં આવેલી કાર્યવાહીમાં ભાણવડ નજીકના મેવાસા ગામે થયેલી લૂંટના પ્રકરણમાં મધ્ય પ્રદેશ રાજ્યના ધાર જિલ્લાના કાકડ કુવા ગામના મૂળ રહીશ એવા કમલેશ ઉર્ફે કમો સવલસિંગ મીનાવા નામના ભીલ શખ્સનું નામ ખુલવા પામ્યું હતું.

છેલ્લા પાંચેક વર્ષ થયા નાસતા ફરતા લૂંટના આ ઈનામી આરોપીને પી.એસ.આઈ. આર.એલ. ચોપડા તેમજ તેમની ટીમ દ્વારા બાતમીના આધારે ખંભાળિયા – દ્વારકા હાઈવે પર કુવાડીયા ગામના પાટીયા પાસેથી શંકાસ્પદ હાલતના મોટરસાયકલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો. ત્યાર બાદ વધુ તપાસઅર્થે તેનો કબજો ખંભાળિયા પોલીસને સોંપવામાં આવ્યો છે. આ શખ્સ સામે વર્ષ 2021માં જામનગર જિલ્લાના લાલપુર પોલીસ મથકમાં પણ ગુનો નોંધાયો હોવાનું ખુલવા પામ્યું છે.

- Advertisement -

આ સમગ્ર કાર્યવાહી એલ.સી.બી.ના પી.આઈ. બી.જે. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઈ. બી.એમ. દેવમુરારી, આર.એલ. ચોપડા, મશરીભાઈ ભારવાડીયા, જેસલસિંહ જાડેજા, લાખાભાઈ પિંડારિયા, કુલદીપસિંહ જાડેજા અને જેઠાભાઈ પરમારની ટીમ દ્વારા કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular