સિક્કા ખાતે જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા પૂર્વવડાપ્રધાન સ્વ. રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે કોવિડ કેર સેન્ટરમાં ફ્રૂટ વિતરણ તેમજ માસ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઇ ચાવડાની સૂચનાથી સિક્કા નગરપાલિકા દ્વારા ચાલતાં કોવિડ કેર સેન્ટરમાં જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સ્વ. રાજીવ ગાંધીની પૂણ્યતિથિ નિમિત્તે ફ્રૂટ વિતરણ તેમજ માસ્ક વિતરણ કર્યું હતું. આ તકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ જીવણભાઇ કુંભરવડીયા, પ્રભારી એડવોકેટ હારૂન પલેજા, પ્રમુખ જુસબ બારોયા, ઉપપ્રમુખ અસગર ગંધાર તેમજ સમાજના આગેવાનો અને નગરપાલિકાના સભ્યો ઉપસ્થિત રહ્યાં હતાં.