જમ્મુ-કાશ્મીરમાં ફરી ચૂંટણીથી માંડીને પૂર્ણ રાજયનો દરજ્જો મેળવવા સુધી, એવા દ્યણા મુદ્દાઓ છે જેની હવે ખુલ્લેઆમ ચર્ચા થઈ રહી છે. ઘાટી પર મોદી સરકારની રણનીતિ પર પણ રાજકીય કોરિડોરમાં ચર્ચા થઈ રહી છે. આવી જ એક ચર્ચા કેન્દ્રીય મંત્રીઓની જમ્મુ-કાશ્મીરની મુલાકાત વિશે છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, 10 સપ્ટેમ્બરથી 70 કેન્દ્રીય પ્રધાનો જમ્મુ-કાશ્મીરની મુલાકાતે જઈ રહ્યાં છે. વડાપ્રધાન મોદીએ તમામને દૂરદૂરના વિસ્તારોમાં જઈને લોકો સાથે સંવાદ સાધવાનો સ્પસ્ટ આદેશ આપ્યો છે. આ ઉપરાંત જમ્મુ-કાશ્મીરમાં કેન્દ્રના વિકાસ કાર્યોની પણ સમીક્ષા થવાની છે.
હવે આ તમામ જવાબદારીઓ આ 700 કેન્દ્રીય મંત્રીઓને સોંપવામાં આવી છે, જેમણે કેન્દ્રના આ મિશનને 9 અઠવાડિયાની અંદર સફળ બનાવવું પડશે. આ અંગે ભાજપના નેતા રવિન્દ્ર રેનાએ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું કે,70 કેન્દ્રીય પ્રધાનો આવશે અને અંતરિયાળ વિસ્તારોની મુલાકાત લેશે. જનતા દરબાર દરેક જગ્યાએ યોજાશે. દરેક ત્યાં એકસેસ ડેવલપમેન્ટ વર્કની સમીક્ષા પણ કરશે. વડાપ્રધાન મોદી પણ ખીણની મુલાકાત કરી શકે છે. પરંતુ ફકત સત્તા(મવાર રીતે કહી શકાતું નથી. 2020 માં પણ 36 કેન્દ્રીય મંત્રીઓ જમ્મુ કાશ્મીરની મુલાકાતે ગયા હતા જોકે આ વખતે મંત્રીઓની સંખ્યા વધારીને 70 કરાઈ છે. મોદી સરકારે જમ્મુ કાશ્મીરના લોકો સાથે સીધો સંવાદ સાધવાની પહેલ શરુ કરી છે જેથી કરીને ત્યાંના લોકોને કેન્દ્રની યોજનાઓનો લાભ મળે.
મોદી સરકારની આ પહેલ પર 150 ના વિભાગીય અધ્યક્ષ દેવેન્દ્ર સિંહ રાણાએ પ્રશ્નો ઉભા કર્યા છે. તેની નજરમાં, ગત વખતે પણ આવી જ પહેલ કરવામાં આવી હતી. પરંતુ જમીન પર કોઈ ફેરફાર જોવા મળ્યો નથી. આવી સ્થિતિમાં, તેમને આશા છે કે આ અંગે :-16 ના લોકો માટે કંઈક કરવામાં આવશે. તેમની સમસ્યાઓ ઉકેલવા માટે યોગ્ય પ્રયાસ કરવામાં આવશે.