મેઘપર (પડાણા) ગામમાં રહેણાંક મકાનમાંથી સ્થાનિક પોલીસે રેઇડ દરમિયાન રૂા. 66,900ની કિંમતના 446 નંગ દારૂના પાઉચ ઝડપી લીધા હતાં. આરોપી હાજર મળી ન આવતાં તેની શોધખોળ હાથ ધરી હતી. જામનગરના ભાનુશાળી વાડ ખિજડા મંદિર પાસેથી પોલીસે એક શખ્સને રૂા. 500ની કિંમતની એક નંગ દારુની બોટલ સાથે ઝડપી લીધો હતો.
દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો મેઘપર (પડાણા)માં નવાણીયા ગામમાં આરોપી દેવશી વેજાણંદ ચાવડાના કબજો ભોગવટાના વાડીના મકાનના રૂમમાંથી પોલીસે રેઇડ દરમિયાન રૂા. 66900ની કિંમતના 446 નંગ દારુના પાઉચ ઝડપી લીધા હતાં. રેઇડ દરમિયાન આરોપી હાજર નહીં મળી આવતાં પોલીસ દ્વારા દેવશી વેજાણંદ ચાવડા નામના શખ્સની શોધખોળ હાથ ધરી હતી.
બીજો દરોડો જામનગર શહેરમાં ભાનુશાળી વાડ, ખીજડા મંદિર પાસેથી વિવેક ઉર્ફે ઠુઠો રાજેશ મંગી નામના શખ્સ પાસેથી 500ની કિંમતની એક નંગ દારુની બોટલ મળી આવતાં પોલીસ દ્વારા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઇ હતી.