હિન્દુઓના આરાધ્યદેવ ભગવાન શ્રીરામની જન્મભૂમિ અયોધ્યા ખાતે શ્રી રામ મંદિરના ભવ્ય નિર્માણ અને આખરી ઓપ અપાઈ રહ્યો છે અને આગામી તારીખ 22 મી જાન્યુઆરીના રોજ શ્રી રામ મંદિર તમામ ભક્તો માટે ખુલ્લું મૂકવામાં આવનાર છે. ત્યારે દેવભૂમિ દ્વારકામાંથી 13 ગજની એક ધ્વજાને શાસ્ત્રોક્ત વિધિથી પૂજન અર્ચન કર્યા બાદ આવતીકાલે બુધવારે અયોધ્યા માટે મોકલવામાં માટેનું આયોજન કરાયું છે.
મીઠાપુરના રામ ભક્ત યોગેશભાઈ ફલડિયા દ્વારા થોડા સમય પૂર્વે અયોધ્યામાં રામ મંદિર પર નુતન ધ્વજારોહણ માટે અયોધ્યાના ટ્રસ્ટીઓની ખાસ મંજૂરી મેળવીને શ્રીરામ જયરામ જય જય રામના અક્ષરો સાથે 13 ગજની ધ્વજા બનાવડાવી હતી. જેનું શાસ્ત્રોત વિધિથી ગૂગળી બ્રાહ્મણો દ્વારા પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. આ ધ્વજાને આવતીકાલે બુધવારે અયોધ્યા ખાતે ધ્વજારોહણ માટે મોકલવામાં આવનાર છે.