Monday, December 23, 2024
Homeરાષ્ટ્રીય7મીથી સંસદનું શિયાળુ સત્ર, 16 નવા બિલ રજૂ થશે

7મીથી સંસદનું શિયાળુ સત્ર, 16 નવા બિલ રજૂ થશે

- Advertisement -

સરકાર 7મી ડિસેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં 16 નવા બિલ રજૂ કરી શકે છે. આમાં બહુ-રાજય સહકારી મંડળીઓમાં જવાબદારી વધારવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવા સંબંધિત બિલો સમેલ છે. આગામી સત્રમાં નેશનલ ડેન્ટલ કમિશન બિલ પણ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ બિલમાં નેશનલ ડેન્ટલ કમિશનની સ્થાપના કરવાની અને ડેન્ટિસ્ટ એક્ટ, 1948ને રદ કરવાનો પ્રસ્તાવ છે.

- Advertisement -

આ સાથે જ નેશનલ નર્સિંગ કમિશન સંબંધિત બિલ પણ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આમાં, નેશનલ નર્સિંગ કમિશનની સ્થાપના કરવાનો અને ભારતીય નર્સિંગ કાઉન્સિલ એક્ટ, 1947ને રદ કરવાનો પ્રસ્તાવ છે. ગુરુવારે જાહેર કરાયેલા લોકસભા બુલેટિન પ્રમાણે બહુ-રાજય સહકારી મંડળીઓ બિલ, 2022 સહકારી સંસ્થાઓમાં શાસનને મજબૂત બનાવવા, પારદર્શિતા અને જવાબદારી વધારવા અને ચૂંટણી પ્રક્રિયામાં સુધારો કરવાના ઉદ્દેશ્ય સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે.

આ સત્ર દરમિયાન Cantonment Bill, 2022(a)અને draft રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે. આ વિધેયકના ઉદ્દેશ્યોમાં છાવણીઓમાં ‘જીવવાની સરળતા’ વધારવાનો પ્રસ્તાવ પણ સામેલ છે. આ દરમિયાન રજુ કરવામાં આવનાર બિલોની યાદીમાં જૂના ગ્રાન્ટ (રેગ્યુલેશન) બિલ, ફોરેસ્ટ (સંરક્ષણ) સુધારા બિલ, કોસ્ટલ એક્વાકલ્ચર ઓથોરિટી (સુધારા) બિલ વગેરેનો સમાવેશ થાય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular