જામનગર ખાતે અનેક સેવાભાવી સંસ્થાઓ કોરોના સંક્રમિત દર્દીઓના પરિવારજનો માટે સેવાકાર્યમાં સહભાવી થઇ રહી છે. ત્યારે જામનગરમાં જી.જી.હોસ્પિટલ નજીક દાંડીયા હનુમાન પાસે આશાપુરા મિત્ર મંડળ દ્વારા નિ:શુલ્ક ભોજન વ્યવસ્થાનું આયોજન કરવામાં આવ્યું છે.જામનગર નવાગામ ઘેડ આશાપુરા મિત્ર મંડળ દ્વારા છેલ્લાં ઘણા દિવસોથી જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલાં કોરોના દર્દીઓના પરિવારજનોને ભોજનનું કોઇ મુશ્કેલી ન પડે તે માટે વિના મુલ્યે ભોજની સુવિધા પુરી પાડવામાં આવી રહી છે.