જામનગરમાં કોરોના સંક્રમણ વધતાં હોસ્પિટલ હાઉસફૂલ થઇ છે. ત્યારે જામનગરના વિરોધપક્ષ નેતા અને વોર્ડ નં.12ના કોર્પોરેટર અલ્તાફ ખફી દ્વારા સ્વ ખર્ચે કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં દર્દીઓને દવા, ભોજન સહિતની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.
આ સાથે જામનગરના ભરતભાઇ પ્રજાપતી તથા મુન્નાભાઇ ગેરેજ વાળા દ્વારા દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવા માટે લેન્ડ રોવર ગાડી એમ્બ્યુલન્સ તરીકે વિનામૂલ્યે આપી છે. જેથી દર્દીઓને સુવિધા મળી શકે કોરોના મહામારીમાં આવી સેવા પ્રવૃતી અનેક સંસ્થાઓ પણ કરી રહી છે. ત્યારે આ સેવાભાવીઓ માટે લાખોની લકઝરી મોટરકાર સેવામાં આપી છે.