શૈક્ષણિક વર્ષ 2021-22ના આરટીઇ ના ફોર્મ ભરવા માટેની તારીખ જાહેર થઇ ચુકી છે. ત્યારે જામનગર યુવક કોંગે્રસ અને એનએસયુઆઇ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ આરટીઇ ના ફોર્મ વિના મુલ્યે ભરવા માટે હેલ્પ સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. ર009 મા કોંગ્રેસની સરકાર દ્વારા રાઇટ ટુ એજ્યુકેશન એકટનો કાયદો અમલમાં લાવવામાં આવ્યો હતો. આ કાયદાના નીયમ મુજબ કોઇ પણ ખાનગી શાળામાં આર્થિક રીતે નબળા વર્ગના વિદ્યાર્થીઓ માટે અનામત રાખવાની હોય છે આ યોજનામાં એડમીશન આર્થિક નબળા વર્ગ ના કોઇ પણ વિદ્યાર્થી લઇ શકે છે.
શૈક્ષણીક વર્ષ 2021-22 ના આરટીઇના ઓનલાઇન ફોર્મ ભરવાની તારીખ 25-6-2021 થી 5-7-2021 જાહેર થઇ ગયેલ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આરટીઇ(ફ્રી શિક્ષણ)ના ઓનલાઈન ફોર્મ વિનામુલ્યે ભરવા માટેનું તેમજ માહીતી મેળવવા માટેનું હેલ્પ સેન્ટર દર વર્ષ ની જેમ યુવક કોંગ્રેસ અને એનએસયુઆઇ જામનગર દ્વારા શરુ કરવામાં આવેલ છે. લાગુ પડતા વાલીઓ અને જામનગરના લોકોએ ઓફિસ નંબર 412 સ્ટરલાઇટ પોઇન્ટ તીનબતતી પાસે જૂની અનુપમ ટોકીઝ જામનગર ખાતે સાંજે 5:30 થી 8:30 દરમ્યાન સંપર્ક કરવા તથા વધુ માહિતી માટે જામનગર યુવક કોંગ્રેસ પ્રમુખ ડો.તોસિફખાન પઠાન મો.88660 55555, યુવક કોંગ્રેસ ગુજરાત મંત્રી શકિતસિંહ જેઠવા મો.93268 11111, એનએસયુઆઇ જામનગર પ્રમુખ મહિલપાલસિંહ જાડેજા મો.95585 49999 નો સંપર્ક કરવા યાદી જણાવે છે.