જામનગર તાલુકાના વસઈ ગામ નજીક આવેલી લીમીટેડ કંપનીના એકાઉન્ટ મેનેજરે તેની નોકરી દરમિયાન રાજીનામુ સ્વીકાર્યા અંગેનો લેટરપેડ ઉપર લખાણ કરી ઓફિસરની ખોટી સહિ કરી અન્ય કંપનીમાં સાચા લેટરપેડ તરીકે ઉપયોગ કરી ઠગાઈ કર્યાની ફરિયાદના આધારે પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના ઓશવાળ કોલોની વિસ્તારમાં રહેતાં અને વસઇ ગામ પાસે સ્વાન સ્વીટ પ્રા.લિ.નામની કંપનીના સીઈઓ વિરલ નિલેશચંદ્ર શાહની કંપનીમાં એકાઉન્ટ મેનેજર તરીકે નોકરી કરતા મધ્યપ્રદેશના ઉજ્જૈન જિલ્લાના પુનિત રજનેશ જૈન નામના કર્મચારીએ જૂન 2022 પહેલાં તેની ફરજ દરમિયાન કંપનીના લેટરપેડ ઉપર પુનિત જૈનના રાજીનામાનો સ્વીકાર કર્યા અંગેનો લેટર બનાવી કંપનીનો સિક્કો મારી કંપનીના એકઝીકયુટીવ ઓફિસર બીમલ વોરાની ખોટી સહિ કરી અને આ લેટરનો ઉપયોગ જયપુરની એચ.જી.ઈન્ફ્રા એન્જીનિયરીંગ કંપનીમાં સાચા લેટર તરીકે ઉપયોગ કર્યો હતો.
કંપની સાથે ઠગાઈ કરી કંપનીની પ્રતિષ્ઠાને હાની પહોંચાડનાર પુનિત જૈન વિરૂધ્ધ વિરલ શાહ દ્વારા સિક્કા પોલીસ સ્ટેશન પર ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જેના આધારે હેકો જે.એમ. જાડેજા તથા સ્ટાફે ગુનો નોંધી પુનિતની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.