દ્વારકામાં રહેતા એક વિપ્ર યુવાનને વિશ્વાસમાં લઈ અને રૂપિયા 4.44 લાખની છેતરપિંડી કરવા સબબ ચોક્કસ મોબાઈલ નંબર ધરાવતા એક શખ્સ સામે ધોરણસર ફરિયાદ નોંધાવવામાં આવી છે.
આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા પોલીસ મથકમાં દ્વારકાના હોળી ચોક વિસ્તારમાં રહેતા અને યજમાનવૃત્તિ કરતા તેજસભાઈ મહેન્દ્રભાઈ ઠાકર નામના 33 વર્ષના બ્રાહ્મણ યુવાને ****** 7233 મોબાઈલ નંબર ધરાવતા ભૈલુભાઈ નામના શખ્સ સામે નોંધાવવામાં આવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે ફરિયાદી તેજસભાઈ તથા તેમની સાથે અન્ય બ્રાહ્મણ આસામીઓને બ્રહ્મ ભોજન કરાવવાનું તેમજ બ્રાહ્મણોને દક્ષિણા આપવાની વાત કરી ફરિયાદી તેમજ સાહેદોને આરોપીએ વિશ્વાસમાં લીધા હતા. ત્યાર બાદ તેઓને અલગ અલગ ચેક આપી અને તેઓ પાસેથી અલગ અલગ કુલ રૂપિયા 4,44,000 મેળવી લેવામાં આવ્યા હતા.
આ રીતના તેજસભાઈ તેમજ અન્ય સાહેદો સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત કરવા સબબ દ્વારકા પોલીસ મથકમાં ભૈલુભાઈ સામે આઈપીસી કલમ 406 તથા 420 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે. જે અંગે આગળની તપાસ પી.એસ.આઈ. આર.પી. રાજપુત ચલાવી રહ્યા છે.